જૂનાગઢમાં સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશનના પ્રમુખ સુનિલભાઈ નાવાણી એ જણાવ્યું હતું કે થેલેસેમિયાગ્રસ્ત યુવક યુવતી અને માઇનોર થેલેસેમિયાગ્રસ્ત બાળકો વચ્ચે જો લગ્ન થાય તો બાળક મેજર થેલેસેમિયાગ્રસ્ત થવાની પુરેપુરી સંભાવના રહેલી છે આથી જ જો લગ્નોત્સુક યુવક યુવતી બંને માઇનોર થેલેસેમિયા ગ્રસ્ત હોય તો તેને લગ્ન ન કરવા જોઈએ આથી અવિવાહિતો એ લગ્ન પહેલાં જ ટેસ્ટ ફરજીયાત કરાવી લેવા હિતાવહ છે જેને લઇ જૂનાગઢમાં સિંધુ વેલ્ફેર ફાઉન્ડેશન સિંધી ભાનુશાળી સમાજ અંબિકા નગર સિંધી જનરલ પંચાયત શ્રી જુલેલાલ સેવા સમિતિ આદર્શ નગર સોસાયટી ટ્રસ્ટના ઉપક્રમે સમસ્ત સિંધી સમાજ દ્વારા થેલેસેમિયા ટેસ્ટના નિશુલ્ક કેમ્પનુ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં અસંખ્ય યુવક-યુવતીઓએ ટેસ્ટ કરાવ્યા હતા આ તકે ડીવાયએસપી જાડેજા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ, સોલંકી ઇન્દ્રેશ્વર જાગીર, ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ સહીતના અનેક આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સિંધી સમાજના લોકોએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવા માટે પહેલ કરી એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું છે.
જૂનાગઢમાં સિંધી સમાજની પહેલ લગ્ન પૂર્વે થેલેસેમિયા ટેસ્ટ ફરજીયાત.
Advertisement