જૂનાગઢના વંથલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ફટાકડા ફોડી જશ્ન મનાવતા ઈસમો સામે પોલીસે ગુનો નોંધી અટકાયતી કાર્યવાહી કરતા પત્રકાર વર્તુળ તેમજ પોલીસ બેડામાં ચકચાર સાથે ચર્ચાનો માહોલ સર્જાયો.
જૂનાગઢ રેન્જના ડી.આઇ.જી. તથા જૂનાગઢ જીલ્લાના પોલીસ અધિક્ષકની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.બી ગઢવીના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૪, મી મે ૨૦૨૨ ના રોજ બારોબાર ટ્રક વેચી નાખવાના મામલે ખાતાકીય તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.પી.ડોડીયાની લીવ રિઝર્વ માં બદલી થતા તેમજ અન્ય પાંચ પોલીસ કર્મચારીઓને ફરજ મોકુફ હેઠળ મુકતા (૧) અજય વાણવી રહે. વંથલી (ર) હાર્દિક વાણીયા રહે. વંથલી (૩) વિજય ગોવિંદ વાણવી રહે. વંથલી (૪) એભો વિજય વાણવી રહે. વંથલી (પ) રવી દેવજીભાઇ ચૌહાણ રહે. બોડકા બાવાના (૬) રમેશ પુંજા વાણવી રહે, વંથલી (૭) ચેતનભાઇ ભીખુભાઇ વડીયાતર રહે.વંથલી તથા અન્ય અજાણ્યા ઇસમો મળી કુલ દશ થી બાર ઈસમોએ વંથલી પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવી ફટાકડા ફોડી જશ્ન મનાવી તેમજ સોશ્યલ મીડીયા પર વંથલી પોલીસ સ્ટેશન સામે જાહેરમાં ફટાકડા ફોડતા હોવાનો વિડીયો તથા ફોટા તેમજ વોટસએપ સ્ટેટસ રાખી વાયરલ કરેલ હોય જેથી ઉપરોક્ત ઈસમો ૧૧૧૧ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરી ઈસમોને પકડી પાડી વંથલી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કામગીરીમાં વંથલી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ.ડી.જી.બડવા તથા પી.એસ.આઇ વિ.કે.ઉંજીયા તથા પો.હેડ કોન્સ ટી.એચ.મેવાડા તથા કે.એ.ભલગરીયા તથા પો.કોન્સ સુમીતકુમાર રાઠોડ તથા મુળુભાઇ વાંદા તથા દિનેશભાઇ સીસોદીયા તથા ખીમાભાઇ ખાંભલા તથા કીરીટભાઇ કામરીયા તથા માનસિંગભાઇ ગાંગણા તથા પ્રવિણભાઇ સીંધલ તથા રાજુભાઇ બકોત્રા સહિતના જોડાયા હતા.