Proud of Gujarat
FeaturedGujaratINDIA

સોશિયલ મીડિયાનો સદુપયોગ : જૂનાગઢ પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણ્યા યુવાનને તેના કુટુંબીજનોને સોંપાયો.

Share

ગઇકાલના રોજ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની કચેરી ખાતે કમાન્ડો વરજાંગભાઈ પાસે એક 18 થી 22 વર્ષીય યુવક આવેલ અને પોતે પોતાનું નામ પણ ભૂલી ગાયેલાનું જણાવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા રૂબરૂ લાવેલ અને પૂછપરછ કરતા, પોતાને કોઈ વસ્તુ યાદ ના હોઈ, કયાનો છે, કયા રહે છે, ક્યાં ભણે છે, કઈ રીતે અહીંયા જંગલમાં પહોંચ્યો, ત્યાંથી જૂનાગઢમાં આવ્યો, વગેરે સવાલો કરતા, કોઈ યાદ નહીં હોવાનું જણાવેલ. તેને ઓફિસમાં બેસાડી, ચા નાસ્તો કરાવી, સાંત્વના આપી, સતત ધીરે ધીરે પૂછપરછ કરી, લગભગ એકાદ કલાક સુધી રીડર પીએસઆઇ આર.કે.સાનિયા, એ.એસ.આઇ.. કમલેશભાઈ, શૈલેષભાઇ, હેડ કોન્સ. મયુરભાઈ, પો.કોન્સ દેવેન્દ્રસિંહ,રાહુલભાઈ, કમાન્ડો વરજાંગભાઈ, ડ્રાઈવર પાલાભાઇ, સહિતની જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા મહેનત કરતા, પોતે 12 કોમર્સ સુધી ભણેલ હોવાની, પોતાની સાથે મિત્ર ધવલ વેકરિયા ભણતો હોવાની તેમજ પોતે વિવો મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હોવાની હકીકત જણાવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા જુદા જુદા વોટ્સએપ ગ્રુપમાં યુવાનના ફોટા સાથે વિગતો મૂકી, તમામને તપાસ કરી, માહિતી આપવા જણાવવામાં આવતા, ભાજપ મીડિયા સેલના અપૂર્વ મહેતા દ્વારા ફોટોગ્રાફવાળા પ્રેસ કટિંગ સાથે એક યુવાન તેના જેવો લાગતો હોવાની વિગત મોકલતા, યુવાન દ્વારા એ પોતાનો ફોટો હોવાનું જણાવતા, આ બાબતે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુમ અરજી હોઈ, પો.ઇન્સ. જે.વી. ધોળા, હે.કો. દિનેશભાઇ, પોકો દિવ્યરાજસિંહ સાથે સંકલન કરી, યુવાનના પિતા લાલજીભાઈ તથા મામા નિલેશભાઈ સોરઠીયા સાથે સંકલન કરી, તેઓને બોલાવી, યુવાનને હેમખેમ સોંપવામાં આવેલ હતો. યુવાન આખા દિવસનો જમ્યો ના હોઈ, જૂનાગઢ પોલીસની ટીમ દ્વારા જમવાનું મંગાવી, સાંત્વના આપી, જમાડયો પણ હતો. જૂનાગઢ પોલીસ દ્વારા યુવાન દ્વારા કોઈ પાસેથી ઉછીના રૂપિયા લીધેલ હતા અને ઉઘરાણીના કારણે ટેન્શનમાં આવી જતા ઘરેથી નીકળી, યાદદાસ્ત ગુમાવ્યાનુ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે, તેના કુટુંબીજનોને યુવાનની સારવાર કરાવવા અને હવેથી યુવાનનું ધ્યાન રાખવા સલાહ આપી, સાંત્વના આપી હતી. જૂનાગઢ પોલીસનો વ્યવહાર જોઈ, તેમજ જૂનાગઢ પોલીસની સહિષ્ણુતાભરી કામગીરીથી પ્રભાવિત થઈ, યુવાનના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો અને પોતાના કપરા સમયમાં જૂનાગઢ પોલીસની મદદના કારણે જ પોતાના સંતાનની જિંદગી બચી હોવાની લાગણી વ્યક્ત કરી, હાલના કોરોના કાળના કપરા અણીના સમયમાં જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલ મદદથી પ્રભાવિત થઈ, યુવાન અને તેના કુટુંબીજનોએ જૂનાગઢ પોલીસ પરિવારની આભારની લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

હાલના સમયમાં સોશિયલ મીડિયાના દુરૂપયોગના ઘણા કિસ્સા બહાર આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા સોશિયલ મીડિયાનો પોઝીટીવ ઉપયોગ કરી, મળી આવેલ અજાણ્યા યુવાનના કુટુંબીજનોને શોધી કાઢી, તેઓને સોંપવામાં આવેલ હોઈ, સોશિયલ મીડિયાના સદઉપયોગ આ કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.

Advertisement

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સવેદના પૂર્ણ કાર્યવાહી કરવાના ભાગરૂપે જૂનાગઢ પોલીસ દ્વારા મળી આવેલ યુવાનને સોશિયલ મીડિયા/વોટ્સએપનો સદઉપયોગ કરી, યુવાનના માતાપિતાને શોધી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરનાર પોલીસ ટીમને અભિનંદન આપવામાં આવેલ.


Share

Related posts

ભરૂચ જિલ્લા જેલની દક્ષિણમાં આવેલ વિવાદિત જમીનમાં જેલ વિભાગે જમીન ઉપર કબજો મેળવવાનો પ્રયાસ કરતા ફરી વિવાદ વકર્યો.

ProudOfGujarat

પાનોલી જી.આઇ.ડી.સી. માં આવેલ દીવા ઇન્ટરકેમ કંપનીમાં થયેલ ચોરીના મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયા.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડ રજૂ કરે છે હેંગ સેંગ ટેક ઇન્ડેક્સને મળતી આવતી/ અનુસરતી ઈટીએફ યોજના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!