ગુજરાત સરકાર દ્વારા ડ્રેગન ફૂટની ખેતી માટે અવનવી યોજનાઓ દર વષઁ બહાર પાડવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે વધુ ભાર મુકવામાં આવી છે. અવનવી ખેતી માટે યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાં ખાસ કમલમ ડ્રેગન ફ્રુટની ખેતી માટે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવે છે.
ઝઘડિયા તાલુકા માં આવેલ એ.બી.એન.એન.ફ્રેસ એક્ષપોટ દ્વારા 3-8-21 ના રોજ ગુજરાત માંથી સૌ પ્રથમ વાર કમલમ ડ્રેગન ફુટનું હવાઈ માર્ગે દ્વારા અમદાવાદ એરપોટથી લંડન (યુ.કે)ખાતે એક ટન કમલમ ડ્રેગન ફ્રુટ નિકાસ કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વરા કમલમને લઈને ઘણી યોજનાઓ આ વષઁ પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. જેને લીધે ગુજરાત વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટીએ ભારતમાં પ્રમથ સ્થાન ધરાવે છે ધીરેધીરે ગુજરાત ના ખેડુતો ડ્રેગન ફુટની ખેતી તરફ વળી રહ્યા છે.
આ કંપની લંડન અને બીજા યુરોપીયન દેશો માં ભારતીય શાકભાજી અને ફળો નો નિકાસ કરે છે જેમાં તેઓ ખેડુતો પાસેથી સીધી ખરીદી કરે છે અને તેમના દ્વરા નિયુક્ત કરેલ કૃષિવિશેષ યજ્ઞ દ્વરા તેમને જુદા જુદા માગઁ દશઁન પુરા પાડવામાં આવે છે.
જેમ કે પાકની ગુણવત્તા કેમ જાળવવી ઓછા ખચઁ ,ઓછુ ખાતર,નો ઉપયોગ કરી કઈ રીતે નફા કારક ખેતી કરવી તે વિશે સમજ આપે છે.