૦.૯૨૯ ઘન મીટર સારી ગુણવત્તા વાળું ૭૦ મણ જલાઉ ખેરનું લાકડુ લઇ જતા હતા.
ઝઘડિયા વન વિભાગ દ્વારા જંગી માત્રામાં પ્રતિબંધિત ખેરના વ્રુક્ષો કાપી તેને ગેરકાયદેસર લઇ જવાતો એક ટેમ્પો આજ રોજ વહેલી સવારે ઝઘડિયા ચાર રસ્તા પરથી ઝડપી પાડ્યો હતો. ૦.૯૨૯ ઘન મીટર સારી ગુણવત્તા વાળો તથા ૭૦ મન જેટલો જલાઉ લાકડું ભરી બહારો બહાર વાગે કરતા ટેમ્પો ચાલક તથા કલીનરને વન વિભાગની ટીમ દ્વારા ઝડપી પાડ્યા છે. કુલ રૂ! ૧,૪૨,૧૨૮ મુદ્દામાલ વન વિભાગે કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝઘડિયા વન વિભાગનાં એસ.સી.એફ એસ.એચ.પટેલ તથા વી.ઝેડ.તડવીને બાતમી મળી હતી કે રાજપીપળા તરફથી એક ગેરકાયદેસર રીતે ઠેરના લાકડાંનો જથ્થો ભરી વાહન પસાર થઇ રહ્યું છે. બાતમીના આધારે ઝઘડિયા વન વિભાગની ટીમ દ્વારા વહેલી સવારે સેવા સદનથી ચાર રસ્તા સુધી વોચ ગોઠવી હતી. ત્યારે અમદાવાદ પાસિંગના ટેમ્પાની તપાસ કરતા તેમાંથી મોટા જથ્થામાં ખેરના લાકડા જણાઈ આવ્યા હતા. વન વિભાગ દ્વારા ટેમ્પો ચાલક મકસૂદ ઈસ્માઈલ મીઠા તથા ક્લીનર મહમ્મદ કાફી અબ્દૂલ અઝીઝ બંને રહેવાસી રહેમતનગર ચિખોદરા ગોધરા ને ઝડપી પાડી પ્રાથમિક પૂછપરછ હાથ ધરીછે. ટેમ્પા ચાલક દ્વારા રજ્પીપલા વિભાગ તરફથી આ ખેરના લાકડાંનો જથ્થો ભર્યો હોવાનું જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા ઝડપવામાં આવેલ ખેરના લાકડા કુલ ૯૭ નંગ જેમાં ૦.૯૨૯ ઘન મીટર લાકડું સારી ગુણવત્તા વાળું અને ૭૦ મણ જલાઉ લાકડું આ પ્રકારનું ઝડપાયેલ ખેરનું લાકડું જપ્ત કર્યું છે. ઝડપાયેલ ખેરનું લાકડું તથા ટેમ્પો સહીત કુલ રૂ! ૧,૪૨,૧૨૮ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હારૂન પટેલ