Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝગડીયા અંકલેશ્વર માર્ગ પાર બોરોસીલ કંપની પાસે ઓટોરીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક નું મોત એક ઘાયલ

Share

નાનાસાંજા ગામના બે મિત્રો વહેલી સવારે બોરોસીલ કંપનીમાં નોકરી પર જતા હતા ત્યારે કંપની પાસેજ અકસ્માત થયો હતો.

ઝગડીયા તાલુકાના નાનાસાંજા ગામના બે મિત્રો આજે વહેલી સવારે બોરોસીલ કંપનીમાં નોકરી પર તેની બાઈક લઇ જતા હતા ત્યારે કંપની પાસે અંકલેશ્વર તરફથી આવતી ઓટોરીક્ષાના ચાલકે બાઈક સાથે અકસ્માત કર્યો હતો જેમાં બંને બાઈક સવારો ઈજાગ્રસ્ત થયા હતા જેમાં બાઈક ચાલાક પરેશ વસવાનું સારવાર દરમિયાન મોત થયું હતું,

Advertisement

ઝગડીયા તાલુકાના નાનાસાંજા ગામે રહેતો સુનિલ જગદીશભાઈ વસાવા બોરોસીલ કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, આજરોજ વહેલી સવારે સુનિલ તેના મિત્ર પરેશ સાથે બોરોસીલ કંપનીમાં નોકરી પર જવા નીકડ્યા હતા, બાઈક તેનો મિત્ર પરેશ ચલાવતો હતો, બોરોસીલ કંપની પાસેથી તેઓ પસાર થતા હતા ત્યારે અંકલેશ્વર તરફથી આવતી એક ઑટોરિક્ષા ચાલકે તેંનું વાહન ગફલતભરી અને બેદરકારીથી ચલાવી સુનિલ ની બાઈક સાથે અથાડી અકસ્માત સર્જ્યો હતો, અકસ્માતમાં બંને મિત્રોને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, સારવાર દરમિયાન ડોક્ટરે પરેશ અંબુભાઈ વસાવાને મરણ ગયેલ જાહેર કર્યો હતો, અકસ્માતની ફરિયાદ સુનિલ જગદીશભાઈ વસાવા એ ઝગડીયા પોલીસ મથકમાં નોંધવી છે, ઝગડીયા પોલીસે ઑટોરિક્ષા ચાલકની શોધખોળ હાથ ધરી છે.


Share

Related posts

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા ઝઘડિયા મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ભરૂચ રોટરેકટ કલબ દ્વારા શારદીય નવરાત્રિ નિમિત્તે નારી શક્તિનું સન્માન.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં હવે મોબાઇલ અને બાઈકમાં ખરીદી કરો તો અમુક કિલો કાંદા એટલે કે ગરીબોની કસ્તૂરી ડુંગળીની ઓફર કરતી જાહેરાત થઇ રહી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!