તાજેતર મા ઝગડિયા તાલુકાના ખડચી ગામના રહેવાસી રમેશભાઇ ઠાકોરભાઇ પટેલની આગેવાની માં એક અરજી કરી સબ ડીવિઝન મેજીસ્ટ્રેટ્ને જણાવ્યુ કે ખડચી ગામની નજીક મા આવેલ વાયલેન અને ગુજરાત બોરોસિલ દ્વારા છેલ્લા લગભગ ૧૨ વર્ષથી ધન કચરાના યોગ્ય નિકાલ અંગે કોઇ વ્યવસ્થા કરી નથી અને આગવી વગ વાપરી રાજકીય હુંફ સાથે આ કંપનીઓ ટ્રકો અને હાઇવા માં ધન કચરો ભરી ગૌચર જમીનમાં ગમે ત્યાં નાખતા મુંગા પશુઓ અને લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ કરેલ છે એટલૂ જ નહી પરંતુ ધન કચરા થી જમીન પ્રદુષીત કરી ભુગર્ભ જળને પણ પ્રદુષીત કરેલ છે તેથી આ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા અને આ અંગે ખાસ ગ્રામ સભા ખોળવવા આદેશ કરવા વિનંતી કરેલ છે
જેના અનુસંધાને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંક્લેશ્વર દ્વારા કોઇ ને પણ સંબોધન કર્યા વિના અપાયેલ નોટિસ માં જણાવેલ છે કે આપના (આપના એટલે કોના) એકમની મુલાકાત દરમ્યાન પર્યાવરણિય કાયદા સંદર્ભે વિવિધ તુટીઓ જણાતા દિન-૩ માં બોર્ડની વડી કચેરીને અહેવાલ આપવા જણાવેલ છે તૈયાર અને ટાઇપ કરેલ જી.પી.સી.બી. બોર્ડ પ્રાદેશિક કચેરી અંક્લેશ્વરમાં કોઇ સુધારો કરવાની તસ્દી ન લઇ નીચે અલગ થી સુચનો જણાવવામાં આવ્યો છે તે આષ્ચર્ય પમાડે છે જેમ કે સુચનોમા ખડચી ગામની હદમાં આવેલ ગૌચર જમીનમાં પેકિંગ વેસ્ટ નાખવા બાબતની ફરીયાદ માં આપની (કોની) મુલાકાત લેવામા આવે છે તેમજ ટ્રક નં GJ-16-W-1337 દ્વારા આપની (કઇ કંપની દ્વારા) એકમ માંથી જનરેટ થતો પેકિંગ વેસ્ટ (પુઠ્ઠા તેમજ પ્લાસ્ટિક) ગેરકાયદેસર રીતે ખડચી ગામની હદમાં ગૌચર જમીન માં નિકાલ કરવામાં આવે છે અને તેને તાત્કાલિક અસરથી ઉઠાવી લેવા અને યોગ્ય સ્થાને નિકાલ કરવા અંગે સુચન કરેલ છે તેમજ નિયમ અનુસાર ધન કચરાનો નિકાલ કરવો જી.પી.સી.બી. અંક્લેશ્વર બ્રાંચની આ નોટિસ કોના સંદર્ભમાં છે તે સમજી અને જાણી શકાતુ નથી એવુ જ નહી પરંતુ સદર નોટિસ માં માત્ર પુઠ્ઠા અને પ્લાસ્ટિકનો કચરો જ બતાવેલ છે વાસ્તવ માં ખડચી ગામ ની સીમમાં પેકિંગ કરીને ઇરાદા પુર્વક અને બિનકાયદેસર જાહેરજીવન માનવી અને પશુઓને જોખમ કારક સાબિતથઇશકે તેવા પુઠ્ઠા અને પ્લાસ્ટિકની આડમાં પોલિથીન થૈલી પેકિંગમાં લોક ચર્ચા પ્રમાણે જોખમકારક સાબિત થઇ શકે તેઓ પદાર્થ સફેદ રંગનો પાવડર ના સ્વરૂપમાં આ પ્રદાર્થ અંગે વૈજ્ઞાનિક ઢબે પુથ્થકરણ કરવામાં તંત્ર દ્રારા કોઇ પગલા કે એફ.એસ.એલ રિપોર્ટ જનહિતમાં જાહેર કરાશે ખરો કે ખડચી ગામ ખાતે અને આજુ બાજુ ના ગામોના રહેવાસીઓ માનસિક ભય માથી છુટકારો મેળવી શકે હાલ મા તો જી.પી.સી.બી. નાં પ્રાદેશિક અધિકારીએ ટેલિફોનીક વાતચિત માં જણાવ્યુ છે કે આ વેસ્ટમાં પુઠ્ઠા પ્લસ્ટિક અને ડોમેસ્ટિક ધન કચરો જણાઇ રહ્યો છે વાસ્તવમાં આ સફેદ પાવડર શું છે તે તપાસ નો વિષય છે એટલુ જ નહી પરંતુ આ અંગે પોલીસ તંત્રને પણ સાવચેતીના હેતુસર જનહિત માં જાણ કેમ ન કરાઇ તે લોકચર્ચા નો વિષય બની ગયો છે