Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝગડિયા કંપનીમાં આવતુ HCL ટેન્કર ઢોળાતાં નાસભાગ…

Share

ટેન્કર ક્યાંથી અને કયા સમયે આવ્યું એ અંગે પ્રશ્નાર્થ…

સાંજના સમયે આવેલાં ટેન્કરે જાહેરનામાનો ભંગ કર્યા હોવાની સંભાવના…

Advertisement

ઝગડિયા GIDC ની એક કંપનીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ભરીને આવતું ટેન્કર લીક થતાં લોકોમાં ગભરાટ અને નાસભાગ ફેલાઈ જવા પામી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઝગડિયા GIDC માં આવેલ રેવા પ્રોટીન્સ લિમિટેડ કંપનીમા એક ટેન્કર નંબર GJ-06-AX-5854 હાઈડ્રોક્લોરિક એસીડ-HCL ભરીને ડિલિવરી માટે આવતું હતું ત્યારે ટેન્કરમાથી આ એસીડ રસ્તા પર લીક થતાં સમગ્ર રસ્તા પર ફેલાઈ ગયું હતું. જેના પગલે લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ જવા પામી હતી. બનાવ અંગે ઝગડિયાના સ્થાનિક રહિશોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક HCL પર ચુનો પાથરી દઈ તેની જલદતા પર અંકેશ મેળવવાનાં પ્રયત્ન હાથ ધરાયા હતાં જો કે આ ધટનામાં અનેક પ્રશ્નો ઊભાં થયાં છે. ટેન્કર ચાલક પાસેથી મળેલાં દસ્તાવેજો જોતાં HCL નો આ જથ્થો મહારાષ્ટ્રનાં ચંદ્રપુરની  ગુનામીત સિરામિક દ્વારા વડોદરાની ચિરાગ કેરેઈંગ કોર્પોરેશન મારફત રીવા પ્રોટિન્સ ઝગડિયામાં મોકલાયો હતો. જ્યારે કે ચિરાગ કેરેઈંગ કોર્પોરેશનની દસ્તાવેજી નકલમાં આ જથ્થો વિલાયતની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝમાંથી રેવા પ્રોટિન્સ ઝગડિયામાં મોકલાયો હોવાનો ઉલ્લેખ છે. આમાં સત્ય શું છે એ જાણવું રહ્યું !!! વળી લીકેજ ટેન્કરમાં એસિડની ડિલિવરી એ એક ગંભીર બાબત છે તો જે-તે ટ્રાન્સ્પોર્ટર સામે પગલાં લેવાશે કે કેમ?વળી મળતી માહિતિ મુજબ આ ટેન્કર સાંજ પછી આવ્યું હતું. જે કલેક્ટરનાં જાહેરનામાનો ભંગ છે. સાંજ પછી ટેન્કરોની અવરજવર પર પ્રતિબંધ હવા છતાં ટેન્કર આવ્યું શી રીતે???

આ સમગ્ર ધટનામાં મહારાષ્ટ્રનાં ચંદ્રપુર, વિલાયત, ઝગડિયા ઉપરાંત ઈંદોર શહેરનો પણ ઉલ્લેખ છે. ત્યારે આ ધટનામાં કંઈક ખોટુ થયું હોવાની સંભાવના નકારી શકાય એમ નથી. ત્યારે આવી ધટનામાં તલસ્પર્શી તપાસની જરૂર છે. સાથે જ આ ટેન્કર જે રેવા પ્રોટિન્સમાં જતું હતું એ કંપની પાસે HCL નાં સંગ્રહ-ઉપયોગની પરવાનગી છે કે નહી ? સંગ્રહ્ક્ષમતાની મર્યાદા કેટલી છે? આ બધા પર્શ્નો પણ ઉદભવે છે ત્યારે આ અંગે ધનિષ્ઠ તપાસ થાય અને દોષિતો સામે કડક પગલાં લેવાય એવી પણ ધટનાથી ગભરાયેલાં ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી છે


Share

Related posts

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં કંપનીઓના સહયોગથી વિવિધ વિભાગોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ : વહેલી સવારે ABC ચોકડી પાસે ફોર વ્હીલમાં લાગી આગ : રોડ પર ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે કારમાં આવેલા ઈસમોએ બાળકનું અપહરણ કરવાનો કર્યો પ્રયાસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!