કોઈ પણ રાષ્ટ્ર કે સમાજના વિકાસમાં મહત્વની અને પાયાની ભૂમિકા શિક્ષણ ભજવે છે. સરકાર દ્વારા પણ કોઈ વ્યક્તિ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે હેતુથી શૈક્ષણિક યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે અંતરિયાળ આદિવાસી સમુદાયની વસ્તી ધરાવતા આપણા જીલ્લામાં પાવી જેતપુર તાલુકા ખાતે રંગલી ચોકડી પાસે જાણીતા આદિવાસી સમુદાયના સમાજ સેવક અને ટ્રસ્ટી ઉપેન્દ્રભાઈ રાઠવા, ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ અને ટ્રસ્ટી રવિન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શનમાં ચંદ્રમૌલી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એકલવ્ય ગુપ ઓફ કોલેજીસની સ્થાપના દ્વારા ઉચ્ચશિક્ષણ ક્ષેત્રે નવો આયામ ઉમેરાઈ રહ્યો છે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સંલગ્ન એકલવ્ય કોલેજમાં રોજગાર માટે વિધાર્થીઓને સક્ષમ બનાવવા માટે અને સાથે સમાજ વિકાસને કેન્દ્રમાં રાખીને ડીપ્લોમાં ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, B.A., અને સ્નાતક પછી માસ્ટર ઓફ સોશ્યલ વર્ક ( એમ એસ.ડબલ્યુ ) નો અભ્યાસક્રમ ખાસ શરૂ કરવામાં આવ્યો છે. યુવાઓના આ દેશમાં સમાજ પરત્વે સંવેદના ઉભી કરતો આ અભ્યાસક્રમ રોજગારીની સાથે સેવાની તક પૂરી પડે છે. કોલેજમાં પ્રવેશ સાથે જ તમામ વિદ્યાર્થીઓને કોલેજ તરફથી બ્લેઝર આપવામાં આવશે. ઉપરાંત સરકારના નિયમ મુજબ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને ૧૦૦ % સ્કોલરશીપ પણ મળવા પાત્ર રહેશે.
કોલેજના મેનેજમેન્ટ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે અધ્યતન સુવિધા યુક્ત બિલ્ડીંગ ઘડ્યું છે. કોલેજમાં કેન્દ્ર સ્થાને વિદ્યાર્થી અને સમાજ રહેશે. આ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના ઉચ્ચ શિક્ષણ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી મા. ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી ગોવિંદ ગુરુ યુની, ગોધરાના કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણના હસ્તે કોલેજ બિલ્ડીંગ તકતી અનાવરણ કરીને ખુલ્લું મુકવામાં આવશે. આ પ્રસંગે પૂર્વ સાંસદઓ, ધારાસભ્યઓ, સરપંચઓ, યુની. ના સરકાર નિયુક્ત ઈ.સી. મેમ્બરઓ, જીલ્લાની હાઈસ્કુલ અને કોલેજના આચાર્યઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહેલ.
પાઠ્ય પુસ્તકોની ઘટ મામલે શિક્ષણ મંત્રીએ કહ્યું કોરોના લોકડાઉનને કારણે વિલંબ થયો છે આગામી એક અઠવાડિયામા તમામ પુસ્તકો આવી જશે.
શાળા ફિ અંગે પણ ભૂપેન્દ્રશિહ એ કહ્યુ કે ઉચિત સમયે નિર્ણય લેવાશે. હાલ ફિ માફી કે ફી માં રાહત અંગે કોઇ જ નિર્ણય લેવાયો નથી.
ફૈજાન ખત્રી કલારાણી તા.જેતપુર પાવી જિ.છોટાઉદેપુર. તા.૩૧ જુલાઈ ૨૦૨૧