Proud of Gujarat
GujaratFeaturedINDIA

જેતપુરમાં કચરો ઉપાડતી વાને 4 વર્ષના બાળકને કચડયો : દિકરાનાં મોતથી માતા-પિતાના પગ તળીયેથી જમીન ખસી.

Share

નગરપાલિકાના ડોર ટુ ડોર કચરો લેવા આવતી ટીપરવાન ઘરની બહાર રમતા 4 વર્ષના બાળકને કચડી નાખ્યો હતો. લોહીલુહાણ હાલતમાં માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા. જોકે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે.

માતા પિતાના હૈયાફાટ વલોપાતથી હોસ્પિટલમાં પણ ગમગીની છવાઇ હતી. નાનકડા બાળકનાં મોતથી તેઓ ઘેરા આઘાતમાં સરી પડ્યાં હતા. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જેતપુર-નવાગઢ નગરપાલિકા દ્વારા કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટે જામનગરની એક કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે.

Advertisement

શહેરના ખોડિયારનગર 1 માં આ કંપનીના ડોર ટુ ડોર કચરો લેવા આવતા વાહનના ડ્રાઇવરે અભાનપણે વાહન ચલાવીને ઉત્તરપ્રદેશથી વિકાસભાઇ રાડાના એકના એકપુત્ર આરવને કચડી નાખ્યો હતો. આરવની ઉંમર માત્ર 4 વર્ષનો છે. જેથી તેને તત્કાલ સારવાર માટે શહેરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું.

જોકે ઘટના બાદ વાન ચાલક ફરાર થઇ ગયો હતો. એકના એક પુત્રનું આકસ્મિક રીતે અવસાન થતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ ઘટનાથી માતા પિતાએ આભ ફાડી નાખે તેવો આક્રંદ કર્યો હતો. આ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નગરપાલિકા પાસે સ્પીડ બ્રેકરની માંગ કરી હતી. આ ડ્રાઇવર પહેલાથી જ બેફિકરાઇથી ડ્રાઇવિંગ કરતો હોવાનું સામે આવ્યું છે.

ડ્રાઇવરને અનેકવાર ઠપકો પણ આપ્યો હોવા છતા પોતાની મનમાની રીતે આ ચાલકે એક હસતા રમતા પરિવારને વિખેરી નાખ્યો હતો. નગરપાલિકાએ જવાબદાર કોન્ટ્રાક્ટર યોગ્ય શરતોનું પાલન નહી કરતો હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. આ અંગેની ફરિયાદોને પણ ગણકારતા નથી. કોન્ટ્રાક્ટરે ટ્રેકરના પાટીયા બંધ કરી દીધા છે. ટ્રેકટરોના પાટિયા બંધ કવરાની પિનો નહી હોવાથી કપડાથી બાંધવામાં આવે છે. અધિકારીઓની મિલીભગતથી જ આ બધુ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે.


Share

Related posts

કરજણના કરમડી ગામે તસ્કરોએ મોટર સાઈકલની ઉઠાંતરી કરી ફરાર.

ProudOfGujarat

ભરૂચમાં કરુણા એમ્બ્યુલન્સનાં 5 વર્ષ પૂર્ણ થતાં કેક કાપી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : ગૂગલ પે ના નામે ગઠીયાએ એક લાખનો ચૂનો લગાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!