જંબુસર ના જોષીપુરા કહાનવા ગામ ખાતે થી વેડચ પોલીસે વિદેશી દારૂ નો જથ્થો ભરેલ ઇકો કાર ને ઝડપી પાડી…..

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે આવેલ વેડચ પોલીસ મથક ની હદ વિસ્તાર ના કહાનવા ગામ ના જોષીપુરા ખાતે થી આજ રોજ બાતમીના આધારે વેડચ પોલીસે રેડ કરી હતી…….
પોલીસ રેડ દરમ્યાન બુટલેગર રોહિત વાઘેલા પોલીસ ને જોઈ ઇકો કાર મૂકી ફરાર થઇ ગયો હતો…..વેડચ પોલીસે અલગ અલગ બ્રાન્ડ ની કુલ ૬૩૬ નંગ કિંમત રૂપિયા ૧ લાખ ૩૩ હજાર ની વિદેશી દારૂ ભરેલ બોટલ નો જથ્થો તેમજ ઇકો ગાડી મળી કુલ ૩ લાખ ૩૩ હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર થયેલ બુટલેગર ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે……..
અત્રે ઉલ્લેખનીય છે કે અવાર નવાર વેડચ પોલીસ મથક માં દારૂ ઝડપાવવા ના બનાવો પ્રકાશ માં આવી રહ્યા છે…ત્યારે બેફામ બનેલા બુટલેગરો ઉપર પોલીસ નો સકંજો તો છે પણ આ બુટલેગરો સુધી ક્યાં તત્વો જંબુસર સુધી દારૂ ઘુસાડે છે તે દિશા માં પણ પોલીસે આ ઘટનાઓ બાદ થી તપાસ કરવી જરૂરી જણાઈ આવે છે તેવી લોક ચર્ચા પણ ટોક ઓફ ધી ટાઉન બનવા પામી છે…..