Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા સ્વબચાવ કામગીરી વિશે તાલીમ અપાઈ.

Share

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત સરકારના આદેશ અનુસાર ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય, તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા અકસ્માતના સમયમાં સ્વબચાવ કામગીરી વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારના આદેશ અનુસાર તેમજ જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી સાહેબ અને જામનગરના ચીફ ફાયર ઓફિસર કે.કે. બીશનોઈ સાહેબના માર્ગદર્શન મુજબ શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો, એપાર્ટમેન્ટ સ્કૂલ, કોલેજ, ટ્યુશન ક્લાસીસ હોટેલ અને હોસ્પિટલ, આવાસ યોજના જેમાં ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય, તેવી શહેરની કોમર્શિયલ બિલ્ડીંગો અને રહેઠાણોમાં ફાયર શાખાના સ્ટાફ દ્વારા ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પૂરી પાડવા માટે નિયમિત વિવિધ સ્થળો પર ફાયર શાખાની ટીમ દ્વારા ફાયર સેફટીના સાધનો અંગેની તાલીમ આપવામાં આવે છે.

જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખા દ્વારા જેમાં આ અઠવાડિયા દરમિયાન શહેરની જુદી જુદી ખાનગી શાળાઓ રહેણાક મકાનો અને હોસ્પિટલોમાં ફાયર સેફટીના સાધનો અંગેની તાલીમ આપવામાં આવી હતી, આ તાલીમ દરમિયાન શાળાના બાળકો શાળાનો ટીચિંગ / નોન ટીચિંગ સ્ટાફ રહેણાક વિસ્તારોમાં મહિલાઓ અને હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ સહિતનાઓને જામનગરની ફાયર શાખાએ અકસ્માતના સંજોગોમાં તાત્કાલિક અસરથી ફાયર સેફટીના સાધનો મારફત કેવી રીતે સ્વ બચાવ કરવો તેની તલસ્પર્શી વિગતોની લોકોને જાણકારી આપી હતી. આગામી સમયમાં પણ જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસનોઈના આદેશ અનુસાર તથા ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનના માર્ગદર્શન મુજબ આ પ્રકારની ફાયર શાખાની તાલીમની કામગીરી યથાવત રાખવામાં આવશે.

જામનગરના શહેરના સમગ્ર વોર્ડ અને વિસ્તારોમાં જુદી જુદી ટીમ દ્વારા આ સમગ્ર કામગીરી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડિયનની રાહબરી હેઠળ સ્ટેશન ઓફિસર સજુભા જાડેજા, જસ્મીન ભેંસદડીયા, ઉપેન્દ્ર સુમ્બડ, સંદીપ પંડ્યા, ઉમેશ ગામેતી, જેંતીલાલ ડામોર, રાકેશ ગોકાણી, કામિલ મહેતા સહિતના ફાયર શાખાના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલના  શહેરા તાલુકાના  સીમલેટ ગામનો વિકાસ ઝંખતા ગ્રામજનો. પુલ તેમજ વીજળીની સુવિધા આપવાની  માંગ. 

ProudOfGujarat

ભરૂચની મહિલા પાસે ફોન પર ATMની વિગતો મેળવી 90 હજારની ઠગાઇ..

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!