ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા તેમજ વિવિધ વિસ્તારના મ્યુનિસિપલ સભ્યો ઉપસ્થિત રહી વિજેતાઓને મેડલ, ચેક અને સર્ટી આપી સ્પર્ધાના વિજેતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જામનગરના ક્રિકેટ બંગલા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર મહાનગરપાલિકા ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કક્ષાની યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓએ ભાગ લીધો હતો. આ તકે મેયર બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે, પાંચમી સદીથી ભારતીય પરંપરામાં યોગ પ્રાણાયામનું મહત્વ રહ્યું છે, ભારતના મહંતો, ગુરુઓ એવા દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને મહર્ષિ પતંજલિએ યોગા અભ્યાસ વિશે અનેક કાર્યો કર્યા છે, આધુનિક સમયમાં બાબા રામદેવ પણ સમગ્ર દેશ અને દુનિયામાં યોગનો પ્રચાર- પ્રસાર કરી રહ્યા છે, જેના અનુસંધાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરી જામનગર અને જિલ્લામાં પણ વિવિધ સ્થળો પર યોગ કેન્દ્રો ચાલી રહ્યા છે, જામનગરમાં આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અહીં ઝોન કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ સ્પર્ધકોએ બે નમૂન યોગાસનો પ્રદર્શિત કર્યા છે તમામ સ્પર્ધકોને તેઓએ બિરદાવ્યા હતા.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બે વિભાગમાં સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં પ્રથમ ક્રમાંક પાસોદરિયા સુભદ્રને શહેર મેયર બીનાબેન કોઠારીએ ગોલ્ડમેડલ પ્રમાણપત્ર અને રૂપિયા 21,000 નો ચેક એનાયત કર્યો હતો, દ્વિતીય ક્રમાંકે કડેચા સુનિલ ને શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યાએ સિલ્વર મેડલ સર્ટિફિકેટ – 15000 નો ચેક આપ્યો હતો, તૃતીય ક્રમાંકે વિજેતા થયેલા વારોતરીયા લખનને બ્રોન્સ મેડલ સર્ટી અને રૂપિયા 11,000 નો ચેક DEO મધુબેન ભટ્ટે આપ્યો હતો, તેમજ મહિલા વિભાગમાં પ્રથમ ક્રમાંક એ નારણકા માનસી દ્વિતીય ક્રમાંકે રોશની સિંહ અને તૃતીય ક્રમાંકે દયડા શીતલ વિજેતા થયા હતા તેઓને પણ મેયર સહિતના પદાધિકારીઓ કોર્પોરેટરોએ ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્સ મેડલ સર્ટી અને ચેક અર્પણ કર્યું હતું. આગામી સમયમાં ઝોન કક્ષાના વિજેતાઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે તેમાં યોગ નીદર્શન કરશે.
આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, શારદાબેન વિંઝુડા, પરાગભાઈ પટેલ, પ્રભાબેન ગોરેચા, અમિતાબેન બંધીયા, આશાબેન રાઠોડ, શોભનાબેન પઠાણ, ધીરેનભાઈ મોનાણી, ગોપાલભાઈ સોરઠીયા, પૃથ્વી સિંહ, શહેર સંગઠનના ઉર્મિલાબેન ઉમરાણીયા, કિશનભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.