Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવ શોભાયાત્રાનું કરાયું સ્વાગત

Share

મહાદેવ મિત્ર મંડળ તથા હિન્દુ ઉત્સવ સમિતિ દ્વારા જામનગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા બેડી ગેઈટ ખાતે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ તથા આશુતોષ મહારાજની પાલખીને વધાવી મહાદેવને પુષ્પહાર અને પુષ્પ અર્પણ કરવામાં આવેલ.

આ તબક્કે શહેર અધ્યક્ષ ડૉ. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, સાસકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, પૂર્વ મેયર અને પવન હંસના ડાયરેકટર અમીબેન પરીખ, દિનેશભાઈ પટેલ, વેપારી અગ્રણી જીતુભાઈ લાલ, મહાદેવ મિત્રમંડળના રાજુભાઈ મહાદેવ, કોર્પોરેટરઓ, શહેર સંગઠનના હોદેદારો, શીક્ષણ સમિતિના સભ્યો, વિવિધ મોરચા પ્રમુખ, પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારી, હોદેદારો સહિત કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી શિવશોભા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર જિલ્લામાં દિવાસા તહેવારની ઉજવણી શરૂ થઈ…

ProudOfGujarat

ભરુચ નેશનલ હાઇવે પર આવેલ કાકા પાર્કિંગ હબમાં એક ટ્રકનાં ચોરખાનામાં છુપાવેલ લાખોનો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

અંકલેશ્વર પંથકમાં SDM અને પોલીસ ઈન્સ્પેકટર તેમજ તેમની ટીમ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના ફરતા લોકોનું ચેકિંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!