Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર મહાનગરપાલિકાના કમિશનરની પશુઓ પ્રત્યે માનવતા સભર લાગણી

Share

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજય કુમાર ખરાડીના ઉમદા અને માનવતા સભર અભિગમ દ્વારા સગર્ભા તથા દુધાળા પશુઓને ઢોરના ડબ્બેથી પશુ માલિકો પાસેથી દંડની વસુલાત કરી બાંહેધરી આપી માનવતાના ધોરણે છોડી મૂકવામાં આવશે તેવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર મુકેશભાઈ વરણવાના માર્ગદર્શન હેઠળ તમામ ઢોરના ડબ્બેથી સગર્ભા તથા દુધાળા પશુઓને દંડ વસૂલી પશુમાલિકોને પરત કરવામાં આવશે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં ઘણા દુધાળા તથા સગર્ભા પશુઓ પણ શહેરમાં પશુ માલિકો દ્વારા છોડવામાં આવતા હોય છે, તેથી આ ઝુંબેશ દરમિયાન સગર્ભા તથા દુધાળા પશુઓને પકડવામાં આવ્યા હોય જેને જામનગર મહાનગરપાલિકા હસ્તકના ઢોરના ડબ્બામાં ઘાસચારો પાણી દવાઓની વ્યવસ્થા કરી માનવતાભરી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, પરંતુ હાલ પકડાયેલા પશુઓ પૈકી સગર્ભા હોય તેવી ગાયો તથા જે પશુઓ દુધાળા હોય અને તેમના બચ્ચાઓને દૂધ પીવડાવતી હોય, તેવા પશુઓના શરીરમાંથી દૂધનો નિકાલ ન થાય તો તે જીવલેણ સાબિત થવાની સંભાવના રહે છે, આથી સગર્ભા અને દુધાળા હોય તેવા પશુઓ માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા અબોલ અને જરૂરિયાતવાળા પશુઓને માનવતાના ધોરણે ₹5,000 પશુદીઠ ખોરાક ચાર્જ/ડબ્બા ચાર્જ/ તથા ઢોર ડબ્બાનો દંડ વગેરે, સહિત વસૂલ લઈ સગર્ભા અને દુધાળા પશુઓને છોડવામાં આવશે.

Advertisement

આ પ્રકારે છોડવામાં આવતા પશુઓના માલિકોને પણ મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવે છે, કે ઢોરના ડબ્બેથી સગર્ભા અને દુધાળા પશુઓને લઈ ગયેલ ઢોરને જાહેર માર્ગો ઉપર ન છોડવા જે અંગેની બાંહેધરી જામનગર મહાનગરપાલિકાને આપવાની રહેશે.


Share

Related posts

વડોદરા : ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ ના મુસ્લીમ ચુનારવાડ વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી પાણી ની સમસ્યા ને લઇ રોષ ભરાયેલા લોકો એ આજ રોજ પાલિકા ખાતે ઢસી જઇ ભારે હોબાળો મચાવ્યો હતો

ProudOfGujarat

ઝઘડીયા ત‍ાલુકાના દધેડા ગામે ચુંટણીમાં હારજીતના મામલે બે જુથો વચ્ચે અથડામણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!