Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી બેઠક યોજાઈ.

Share

ગુજરાત વિધાનશાભા ૨૦૨૨ ની ઐતિહાસિક જીત બાદ ૨૦૨૩ ભારતીય જનતા પાર્ટીની પ્રથમ કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા દ્વારા જામનગર મહાનગર કારોબારીમાં સૌ કાર્યકર્તાઓનું સ્વાગત કરવાં આવેલ. ડો. વિમલભાઈ કગથરાએ જણાવેલ કે, સાત વર્ષના શાશન બાદ ફરીથી સત્તા આવી છે અને જીતના કારણોમાં તેઓ એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા અમિતભાઇ શાહની ચાણક્યનીતિ દર્શાવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યકર્તાઓની મહેનત અને લોક સંપર્કને ઐતિહાસિક જીત માટે જવાબદાર ગણાવ્યું હતું, ઐતિહાસિક જીતના વિશે થોડું જણાવતા ડો. વિમલભાઈ કગથરાએ ઉદબોધન કરેલ કે, ૨૭ માંથી ૨૩ એસ.ટી સીટો જીત્યા, ૧૩ માંથી ૧૧ એસ.સી સીટો જીત્યા, ૧૭ માંથી ૧૪ મહિલા સીટો જીત્યા, ૪૪ કોંગ્રેસ ઉમેદવારો ની ડિપોઝીટ જપ્ત થઇ, ૧૨૮ આપ પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ, ૯ સીટો કે આઝાદી બાદ ક્યારેય નહોતા જીત્યા જેમાંથી ૬ સીટો ઐતિહાસિક લીડ સાથે જીતી, સૌથી વધુ ૧૫૬ સીટ મેળવી, સહુંશી વધુ વોટ શેર ૫૩% અને ૫૦ હજારથી ૧ લાખ લીડ થી – ૪૧ સીટ મેળવી, ૪૦ હજારથી ૫૦ હજાર લોડ થી ૬૬ સીટ ઉપર જીત મેળવેલ. તેઓ એ વધુમાં જણાવતા કહેલ કે, જામનગરની બંને સીટ જો સારી રીતે જીત્યા હોય તો તેનો જશ કાર્યકર્તાને આભારી છે, તેઓ એ કહેલ કે પોતે તો પ્રમુખ છે, પ્રોત્સાહન આપવાનું કામ તેઓનું છે, પણ ફિલ્ડમાં સાચું કામ કાર્યકર્તાએ કર્યું છે. ચૂંટણી માત્ર એક કારણ થી નથી જીતી શકતી, પેઈજ સમિતિનું યોગદાન અનેરું રહ્યું, ૮૧ લાખ પેઈજ સમિતિના સભ્યો બન્યા, જેથી ૭૩ લાખ વેરિફાઇડ છે. “આ ગુજરાત મેં બનાવ્યું છે” આ વાક્ય પણ લોકો ને સ્પર્શી ગયું, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ ૧૩ સભા, ૩ રોડ શો, અમિતભાઇ શાહએ ૩૮ સભા, ૪ રોડ શો, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો જે.પી નડ્ડા જીએ ૧૧ સભા, ૨ રોડ શો કરેલ. કાર્યકરો થી લઇ, રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી સૌને જહેમત થી આ ઐતિહાસિક જીત મેળવવામાં આવી, આ તબ્બકે કાર્યકર્તાઓનો આભાર માનેલ.

બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ રજુ કરવાં આવેલ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારીણીની ૧૬, ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ દિલ્લી ખાતે મળેલી બેઠકની કાર્યવાહીને ગુજરાત પ્રદેશની કારોબારી દ્વારા અનુમોદન આપવામાં આવેલ. તાજેતરમાં જ યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સતત સાતમીવાર પ્રચંડ વિજય અપાવવા બદલ આજની કારોબારીમાં ગુઅજરાતની જનતાએ મુકેલા વિશ્વાશ બદલ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો, ભાજપ સરકાર લોકોના હૃદય સુધી પહોંચી અને લોકોએ એને વધાવી છે. કુલ વોશ શેરમાં ભાજપ ૧,૬૭,૦૭,૯૫૭ અને કોંગ્રેસ ને ૮૬,૮૩,૯૬૬ એટલે કે ૧૦૦% થી વધુ માટેનો તફાવત એ ભાજપની લોકપ્રિયતા અને પક્ષે કરેલ કામોનું પ્રતિબિંબ છે. આભાર પ્રસ્તાવ મહામંત્રી મેરામણભાઇ ભાટુ દ્વારા રજુ કરવાં આવેલ, તથા શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવાએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો.

Advertisement

પેઈજ સમિતિનું મહત્વ જણાવતા મહામંત્રી વિજયસિંહ જેઠવાએ જણાવેલ કે, ગુજરાત વિધાનસભાની ઐતિહાસિક જીત માટે પેઈજ સમિતિનું અનેરું યોગદાન રહ્યું. જ્યાં પેઈજ સમિતિનું કામ નબળું થયું હતું ત્યાં ખરાબ પરિણામ ભોગવું પડેલ. કાર્પેટ બિમ્બીન્ગ એ ૧૫૬ સીટ મેળવવામાં મહત્વનું યોગદાન પ્રદાન કર્યું. અને વેન ડે વન ડીસ્ટ્રીક એ ૧૫૬ સીટ જીતવા મહત્વનું યોગદાન પ્રદાન કર્યું. શહેર મહામંત્રી વિજયસિંહ જાડેજાએ જણાવેલ.

ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ જણાવેલ કે પક્ષ દ્વારા સમર્પિત કાર્યકર્તાની હંમેશા કદર કરવાં આવે છે, તેઓ એ ઉદાહરણ આપતા જણાવેલ કે તેઓ યુવા મોરચાના હોદેદારોથી લઇ વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર, સ્ટેન્ડિંગ કમિટી ચેરેમેન, અને ધારાસભ્ય સુધીની જવાબદારી નિભાવવાની તક મળી છે. અને ચૂંટણી દરમિયાન કાર્યકર્તાઓ જ સાચું પ્રોત્સાહન પુરવાર થયા. કાર્યકર્તાઓએ જે ઉત્સાહથી સમગ્ર માહોલ ઉભો કર્યો, ઐતિહાસિક લીડ થી ૭૯ વિધાનશભામાં જીત મેળવી.

ધારાસભ્ય રીવાબા જાડેજા એ કાર્યકર્તાઓ નો આભાર માનતા જણાવેલ કે, તેઓ ની ટિકિટ જાહેર થઇ ત્યારથી મતદાન ના દિવસ સુધી શહેર સંગઠન થી લઇ પેઈજ સમિતિ સુધીના તમામ કાર્યકર્તાઓ એ સખત મહેનત કરેલ, અને ઐતિહાસિક લીડ અપાવી.
જામનગર શહેરની બંને સીટ ૭૮ અને ૭૯ ના ધારાસભ્ય એ કાર્યકર્તાઓનો આભાર માનેલ.

પ્રભારી અભયભાઈ ચૌહાણએ જણાવલે કે, શહેર સંગઠનથી લઇ પેઈજ સમિતિના સભ્યોની જહેમતે આ ઐતિહાસિક જીત અપાવી. વિશ્વકર્મા જયંતિની શુભકામના પાઠવવાની સાથે કાર્યકર્તાઓ ને ધન્યવાદ પાઠવેલ. આ સાથે કેન્દ્રીય બજેટને બિરદાવતા અભયસિંહ ચૌહાણએ જણાવેલ કે, કેન્દ્રીય બજેટ પ્રજાલક્ષી રજુ થયેલ, અને બજેટ રજુ થતા વિપક્ષ પાસે તેને વખોડવા માટે કોઈ મુદ્દા ન હતા. તેઓએ કાર્યકર્તાની તાકાત દર્શાવતા જણાવેલ કે, ૮૦ જેટલા ઉમેદવારો નવા હતા, તેમ છતાં કાર્યકર્તાઓની તાકાત અને જહેમત થી ભારતીય જનતા પાર્ટી એ ૧૫૬ સીટ ઉપર ઐતિહાસિક જીત મેળવી. તેઓએ વિશેષ થી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ના સંકલ્પને કારોબારી સમક્ષ રજુ કરેલ, આગામી ૨૦૨૪ લોકસભા ચૂંટણીમાં ૨૬ સીટ ઉપર માત્ર જીત મેળવી એટલું જ નહિ, પણ ૨૬ સીટ ઉપર તમામ કોંગ્રેસ ઉમેદવારો ની ડિપોઝીટ જપ્ત થાય, અને કાર્યકતાઓ ને આ સંકલ્પને સાર્થક કરવા કટિબદ્ધ બનવા આહ્વાન કરેલ. રાષ્ટ્રીય કારોબારી પશ્ચાત પ્રદેશ કારોબારી, ત્યારબાદ શહેર જિલ્લા કારોબારી અને ત્યારબાદ વોર્ડ કારોબારી નું આયોજન કરવાંમાં આવે છે. સભાનું સંચાલન મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા દ્વારા કરવામાં આવેલ તથા તેઓ દ્વારા જામનગર મહાનગરમાં વોર્ડ કારોબારીની વિગત જણાવેલ. જેમાં જામનગર મહાનગર ના વોર્ડમાં તા ૧૦ તથા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૩ના કારોબારી બેઠકો યોજાશે.

આ બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષ કટારીયા, શિક્ષણસમિતિ ચેરમેન મનીષ કનખરા, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્ય, સહીત કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદીમાં જણાવ્યું છે.


Share

Related posts

ભરૂચનાં નેત્રંગ ખાતેથી પશુ ભરેલ બે ટ્રકો પોલીસે ઝડપી પાડી, 7.95 લાખનાં મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

ઝધડીયાના વંઠેવાડ ગામમાં દીપડો દેખાતા વનવિભાગ દ્વારા પકડી લેવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે પંકજભાઈ ભુવાનીની નિમણુક કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!