જામનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશ અનુસાર મનપાના કમિશનર વિજય કુમાર ખરાડી સાહેબના માર્ગદર્શન મુજબ શહેરના જુદા- જુદા વિસ્તારોમાં ફૂડ લાઇસન્સ ન ધરાવતી હોય ધારા – ધોરણોને નેવી મૂકીને ચાલતી હોય, તેવી ગેરકાયદેસર ચિકન અને મટનની દુકાનો શહેરના ખોડીયાર કોલોની, ડિફેન્સ કોલોની, કાલાવડ નાકા બહાર આવેલી ચિકન શોપ જેમાં અનહાઇજેનિક ફૂડ રાખવામાં આવતું હોય તેવી દુકાનોને સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં મનપાની એસ્ટેટ શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીતિન દીક્ષિત, એસ્ટેટ વિભાગના દબાણ નિરીક્ષક સુનિલ ભાનુશાળી, ફુડ શાખાના ઇન્સ્પેક્ટર એન.પી.જાસોલીયા, દશરથ ઓસડીયા, શોપ શાખાના ઇન્સ્પેક્ટર હસમુખ પાંડોર, સોલિડ વેસ્ટ શાખાના ઝોન ઓફિસર દીપક પટેલ સાથે મળીને કુલ 42 દુકાનોને સીલ કરવાની કામગીરી કરી હતી.
Advertisement