જામનગર શહેરમાં સ્વચ્છતાનું ઉતમ ધોરણ જળવાઈ રહે તે હેતુ “વન ડે વન વોર્ડ” અંતર્ગત ચાલતી સઘન સફાઈ ઝૂંબેશ કામગીરીનો રીવ્યુ લેવામાં આવ્યો હતો, ઉપરાંત UNDP દ્વારા કરવામાં આવતી જન જાગૃતિ કાર્યક્રમો અંગેના રીવ્યુ લેવામાં આવ્યા હતા, જામનગરમાં જન જાગૃતિ દ્વારા વધુમાં વધુ લોકો સ્વચ્છતામાં સાથ સહકાર આપે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
તેમજ કોમર્શિયલ વિસ્તારોમાં બે વખત ડોર ટુ ડોર તેમજ આ વિસ્તારમાં રાત્રે પણ ડોર ટુ ડોર કામગીરી કરવામાં આવે છે. જે વધુ સઘન રીતે કરવા માટે કમિશનર દ્વારા સૂચના આપવામાં આવી હતી, શહેરમાં ઢોર પકડવાની ઝુંબેશ વધુ સઘન બનાવવા બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી,
આ મીટીંગમાં સો.વે. મેનેજ. કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેર તથા તમામ ઝોનલ ઓફિસર, એસ.આઈ., શાખાના તમામ ઈજનેર, તમામ કાર્યરત પ્લાટ અને UNDP ના પ્રતિનિધઓઑ હાજર રહ્યા હતા.
Advertisement