Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ નજીક ખાનગી શાળામાં તસ્કરોએ 25 હજારની મત્તાની ચોરી કરી ફરાર

Share

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર વસઈ ગામ નજીક આવેલી જે.પી. મોદી સ્કૂલમાં શુક્રવારની મધ્યરાત્રિના 02:05 થી 02:17 સુધીના 12 મિનિટના સમય દરમિયાન બુકાનીધારી ચાર અજાણ્યા તસ્કરો ત્રાટક્યાં હતાં. સ્કૂલની દિવાલ કુદી દરવાજાની ગ્રીલનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જે બાદ ઓફિસમાં રહેલી તીજોરીમાંથી રૂા.20 હજારની રોકડ રકમ અને રૂા. 5 હજારની કિંમતની સ્માર્ટ વોચ મળી કુલ રૂા.25 હજારની કિંમતની માલમતાની ચોરી કરી ગયા હતાં. આ ચોરીની શાળાના પ્રિન્સીપાલ ઉન્નતીબેન જોશી દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ મેળવી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

Advertisement

Share

Related posts

કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ 20મીએ બપોરે 1 કલાકે ડિજી કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે.

ProudOfGujarat

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા અંકલેશ્વરની કડકીયા કોલેજમાં બી.એ. અને બી.કોમ ની ઓનલાઇન પ્રવેશની પ્રકિયા હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા લારી ગલ્લા હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!