Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

Share

જામનગર એસીબીની ટીમને મહત્ત્વની સફળતા મળી છે. જેમાં સિટી સી ડિવિઝન પોલીસ મથક હસ્તકની ઉદ્યોગ નગર પોલીસ ચોકીના એએસઆઈ અને રાજકોટ એસઓજીના એએસઆઈએ સંયુક્ત રીતે લાંચની માગ કરી હતી, જેઓ એસીબીની ટ્રેપમાં ફસાયા હતા.

રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ દફતરમાં ઢોરને આપવાના ઈન્જેક્શન પ્રકરણમાં એક આસામી સામે કાર્યવાહી નહીં કરવાના બદલામાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના જમાદાર વતી 35 હજાર રૂપિયાની લાંચ લેતા જામનગર સિટી સી ડિવિઝન પોલીસ જમાદાર પકડાઈ ગયો છે. જ્યારે રાજકોટના જમાદારને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

તાજેતરમાં ધોરાજીમાંથી ઢોરને આપવાના ઈન્જેક્શનનું એક પ્રકરણ સામે આવ્યું હતું. આ પ્રકરણમાં જામનગરના એક આસામીની લઈને રાજકોટ ગ્રામ્ય એસઓજી દ્વારા કાર્યવાહી કરી આ શખ્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ ગુનામાં જે તે આસામીનું નામ નહીં ખોલાવવા બાબતે ગ્રામ્ય એસઓજીના જમાદાર પરવેજ સમાએ 50 હજાર રૂપિયાની લાંચની માગણી કરી હતી. રકજકના અંતે 35 હજાર રૂપિયા આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ ફરિયાદી રૂપિયા આપવા માગતા ન હોય તેણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો.

દરમિયાન ગઈકાલે રાત્રે એસીબી દ્વારા જુના જકાતનાકા પાસે ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં રાજકોટ ગ્રામ્ય એસોજીના જમાદાર વતી લાંચ લેવા આવેલા સિટી સી ડિવિઝન પોલીસના જમાદાર હમીદ જુસબભાઇ પરીયાણી, એ.એસ.આઇ. ઉદ્યોગનગર પોલીસ ચોકીવાળા આબાદ પકડાઈ ગયા હતા. જામનગર એસીબીએ સિટી સીના જમાદારની ધરપકડ કરી રાજકોટના જમાદારને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સમગ્ર કાર્યવાહી રાજકોટ એસીબી મદદની નિમાયક વીકે પંડ્યાના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર એસીબી પી.આઈ એન.આર.ગોહિલ તેમજ ટીમ દ્વારા કરવામાં આવી છે.


Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી મોડેલ સ્કૂલ ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકામાં રામ નવમી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચની ગટ્ટુ વિદ્યાલયનાં વિદ્યાર્થીની સાઉથ ઇન્ડિયન માર્શલ આર્ટસ આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા માટે પસંદગી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!