Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ઘરવિહોણા લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાયો.

Share

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ, સિક્યોરિટી તથા યૂસીડી શાખાની સંયુક્ત ટીમ દ્વારા શહેરમાં શિયાળાની ઠંડીમાં ફૂટપાથ પર જીવન નિર્વાહ કરતા શ્રમિકો, ભિક્ષુકોને સમજાવીને સીટી બસ દ્વારા હાપા ખાતેના શેલટર હોમમા શિફ્ટ કરવા માટે તા-23/12/22 થી દરરોજ રાતના દસથી બાર દરમિયાન નાઈટ ડ્રાઇવ કરવામા આવે છે જેમા એસ્ટેટ ઓફિસર નિતીન દીક્ષિત, સિક્યોરિટી ઓફિસર સુનિલ ભાનુશાળી તથા તેમની ટીમ, દબાણ નીરીક્ષક યુવરાજસિંહ ઝાલા તથા તેમની ટીમ તેમજ યૂસીડી ના મેનેજર વિપુલ વ્યાસ દ્વારા તા-27/12/22 ના પણ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને પ્રોજેક્ટ પ્લાનીંગ શાખાના અર્જુનસિંહ દ્વારા લગત એજન્સી મારફત સીટી બસની વ્યવસ્થા કરવામા આવેલ છે. આ નાઈટ ડ્રાઇવમા આજરોજ ૧૦ જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમા આશ્રય આપવામા આવેલ છે. તેમજ તા. ૨૩/૧૨/૨૨ થી તા.૨૭/૧૨/૨૨ સુધીમાં કુલ ૪૬ જેટલા ઘરવિહોણા લોકોને રાતના હાપા શેલટર હોમમા આશ્રય આપવામા આવેલ છે.

જામનગર મહાનગર પાલિકાના આ માનવતાવાદી અભિયાનમા જામનગરની સેવાભાવી સંસ્થા જલારામ સેવા ટ્રસ્ટના રમેશભાઈ દતાણી,રાજુભાઈ હિંડોચા, સુનિલભાઈ તન્ના, ભાવેશભાઈ દતાણી, ભાવેશભાઈ તન્ના, વિરલભાઈ સોની, અનિલભાઈ ચાવડા તથા વાળા ભાઈ વકાતર પણ સંસ્થાની મોબાઇલ વેન સાથે મહાનગર પાલિકાની ટીમ સાથે જોડાઈને સહયોગ આપેલ છે.

Advertisement

Share

Related posts

હાય રે મોંઘવારી : મોંઘવારીએ તમામ રેકોર્ડ તોડયાં : મોદી સરકારે કરી કબૂલાત..!

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કાર પલ્ટી જવાની બે ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

નડિયાદ જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્કવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!