Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર નજીકના સાપર ગામે જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા પકડાઈ.

Share

જામનગર તાલુકાના સાપર ગામે શંકર ટેકરી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલા સહીત છ સખ્સોને પોલીસે આંતરી લીધા હતા. પોલીસે તમામના કબજામાંથી રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર તાલુકાના સાપર ગામે શંકર ટેકરી વિસ્તારમાં અમુક મહિલાઓ જાહેરમાં જુગાર રમતી હોવાની સિક્કા પોલીસને ચોક્કસ હકીકત મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જાહેરમા જુગાર રમતા ભરતભાઇ જીણાભાઇ ખાખલા ઉ.વ.૪૯ ધંધો-ખેતી રહે- સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, શહેનાઝ સુલતાન નાઈ ઉવ.૪૫ ધંધો ઘરકામ રહે. સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, રોશમ બાઉદીન બેલીમ ઉવ.૩૬ ધંધો ઘરકામ રહે. સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, ઝરીના ઇબ્રાહીમ શેખ રહે. સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, ફાતમા સુમાર નોટીયાર ઉવ.૬૦ રહે. સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, શીતલ કેશવજી બોડા રહે. સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર, અફસાના નાશીર ઉંઢા રહે. તમામ સાપર ગામ શંકર ટેકરી વિસ્તાર તા.જી જામનગર વાળા સખ્સો આબાદ પકડી પાડ્યા હતા. પોલીસે તમામ સખ્સોના કબ્જામાંથી ત્રણ હજાર ઉપરાંતની રોકડ કબજે કરી, રાત હોવાથી મહિલાઓની ધરપકડ ટાળી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગણેશ સુગરનાં વહીવટકર્તાઓની અરજી હાઇકોર્ટે ફગાવી.

ProudOfGujarat

અંકલેશ્વર સુકાવલી ડમ્પીંગ એરિયામાં બહારનો કચરો ઠાલવતા પાલિકા ફરી વિવાદમાં…

ProudOfGujarat

ભરૂચ : ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થવાથી દોડધામ, ફાયર વિભાગ ઘટના સ્થળે ..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!