જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજયકુમાર ખરાડી સાહેબ દ્વારા ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગેના ટેમ્પ્લેટ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તેઓએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં ઉપસ્થિત સૌ અલગ અલગ શાળાના આચાર્યશ્રીઓ અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી તથા બી.આર.સી. કોર્ડીનેટર અને વિદ્યાર્થી મિત્રોને સીટીઝન પરસેપ્શન સર્વેમાં ભાગ લેવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
ત્યારબાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી મનીષભાઈએ પણ શાળાના આચાર્યઓને આ સર્વેમાં ભાગ લેવા તથા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો પણ ભાગ લે અને જામનગર શહેરને સ્માર્ટ સીટી બનાવવામાં યોગદાન આપે તેવી અપીલ કરવામાં આવી હતી, આ સ્થળ મુલાકાતમાં જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશ્નર ભાવેશભાઈ જાની, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, તથા સ્માર્ટ સીટી મિશનની કામગીરી માટે જામનગર મહાનગરપાલિકાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, અને ઉપસ્થિત તમામ શાળાના આચાર્યઓને, તમામ શિક્ષણગણ તથા વાલીઓને સીટીઝન પરસેપ્શન સર્વેમાં ફીડબેક આપવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી ટેમ્પ્લેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
જામનગર : ઈઝ ઓફ લીવીંગ ઇન્ડેક્ષ – ૨૦૨૨ અંતર્ગત સીટીઝન પરસેપ્શન સર્વે અંગેના ટેમ્પ્લેટનું લોન્ચિંગ કરાયું.
Advertisement