Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં દેવરાજ દેપાળ શાળા ખાતે વિજ્ઞાન-ગણિતનું પ્રદર્શન યોજાયું.

Share

જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે GCERT ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત શહેર કક્ષાના વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2022 નું યોજાયું હતું, આ કાર્યક્રમમાં શહેર મેયર બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને સ્માર્ટ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

જામનગરમાં યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓના કુલ 68 બાળકોએ વિવિધ વિષયો પર 34 કૃતિઓ રજૂ કરી હતી, જેમાં માહિતી અને પ્રત્યાયન, ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને પર્યાવરણ સંબંધિત ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નવીન્ય, વર્તમાન નવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ અને આપણા માટે ગણિત આ તમામ વિષય પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો દ્વારા કુલ 34 કૃતિઓ રજૂ કરાઈ હતી.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કમિશનર વિજયકુમાર ખરાડી સાહેબ, શિક્ષણ સમિતિના સભ્ય વિમલભાઈ સોનછાત્ર, રવુફભાઈ, મનિષાબેન, યાત્રીબેન સહિતના સભ્યો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના આચાર્યો, શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસના અધિકારી ફાલ્ગુનીબેન પટેલ, બીઆરસી પ્રજ્ઞાબેન લીંબડ એ જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : વેજલપુરના કુંભારયા ઢોળાવ વિસ્તારમાં મકાન ધરાસાઈ થતા ત્રણના મોત અન્ય બે ઘાયલ.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લાનાં સાઉથ બોપલનાં સોસાયટી વિસ્તારમાં ભાજપ દ્વારા ગળોનાં રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાતા કુલ સંખ્યા 1096 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!