જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ મયુર વિલાસ સોસાયટીમાં રહેતા પરિવારની મહિલા પોતાના ઘરના પાણીના પડી જતા ડૂબી ગઈ અને મૃત્યુ પામી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. પોલીસે મૃતકના દેહને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી હતી. આ બનાવના પગલે સતવારા પરિવારમાં ઊંડા શોકની લાગણી પ્રસરી ગઈ છે. જામનગર શહેરમાં અપ મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે, જેની પોલીસ દફતરે નોંધાયેલ વિગત મુજબ, શહેરના સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ મયુર વિલા સોસાયટીમાં રહેતા અર્ચનાબેન માવજીભાઈ દેવજીભાઈ નકુમ ઉવ 42 ગઈકાલે પોતાના ઘરે સીડી નીચે બનાવેલા પાણીના ભોયરામાં કોઈપણ કારણસર પડી ગયા હતા અને ડૂબી ગયા હતા. જ્યાં ઊંડા પાણીમાં ડૂબી જતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક અર્ચના બેનના પતિ માવજીભાઈએ જાણ કરતાં સીટી એ ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતકને પાણીનાં ભોયરામાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે સથવારા પરિવારમાં ગમગીની પ્રસરી ગઈ હતી.
જામનગરમાં સમર્પણ સર્કલ નજીક પાણીના ભોંયરામાં પડી જતા મહિલાનું મોત.
Advertisement