Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતના સીએમની જામનગર મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ.

Share

જામનગરમાં કોંગ્રેસે દ્વારા ગાયોના મૃત્યુના મુદ્દે કલેક્ટર કચેરીના પટાંગણમાં પહોંચી જઈ પોતાના પર કેરોસીન રેડી આત્મવિલોનનો પ્રયાસ કર્યો હતો. જામનગરમાં કોંગ્રેસે દ્વારા ગાયોના મૃત્યુના મુદ્દે કલેક્ટર કચેરીના પટાંગણમાં પહોંચી જઈ પોતાના પર કેરોસીન રેડી આત્મવિલોનનો પ્રયાસ કર્યો હતો. અચાનક પોતાના શરીર ઉપર પેટ્રોલ રેડતા બાજુમાં જ ઉભેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ દોડી ગયા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. બાદમાં પેટ્રોલનું કેન કબ્જે કરી દિગુભાની ટીંગાટોળી કરીને અટકાયત કરી જામનગર શહેરમાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આગમન થયું હતું, અને લમ્પિ વાયરસ સંબંધે કલેકટર કચેરીમાં બેઠક યોજી રહ્યા હતા, જે દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા ગાયોના મૃત્યુના મુદ્દે કલેક્ટર કચેરીના પટાંગણમાં પહોંચી જઈ પોતાના પર કેરોસીન રેડી આત્મવિલોનનો પ્રયાસ કર્યો હતો,ત્યારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમયે ફરજ પર હાજર રહેલા પોલીસ સ્ટાફે સતર્કતા દાખવી હતી, આ સમયે પોલીસે ટીંગાટોળી કરીને પ્રમુખની અટકાયત કરી લઈ પોલીસ મથકે લઈ જવાયા હતા.

જામનગરમાં લમ્પી વાયરસ છેલ્લા દોઢ મહિનાથી હાહાકાર મચાવી રહ્યો છે. એક તરફ ગૌવંશના મોતની હારમાળાને અંકુશમાં લેવામાં તંત્ર નિષ્ફળ ગયું છે ત્યારે અને પશુઓમાં 75 ટકાથી વધુના વેકશીનેશનના દાવા થઇ રહ્યા છે ત્યારે વિરોધપક્ષ દ્વારા તંત્રની ખામીઓને તેમજ વાસ્તવિક પરિસ્થિતિને ઉજાગર કરવા માટે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિને આવકારવા માટે મુખ્યમંત્રી આજે જામનગર આવ્યા હતા અને સાથો સાથ તેઓએ સૌરાષ્ટ્રના સૌ પ્રથમ આઇસોલેશન સેન્ટરની મુલાકાત કરી જિલ્લા કલેકટર કચેરી ખાતે શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે આ પ્રશ્ને સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠક ચાલુ હતી તે દરમ્યાન પોલીસ અને સિકયોરીટીને ચકમો આપીને શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા (દિગુભા) પેટ્રોલ ભરેલ કેન લઇને કલેકટર ઓફિસના અંદરના દરવાજા સુધી પહોંચી ગયા હતા અને અચાનક પોતાના શરીર ઉપર પેટ્રોલ રેડતા બાજુમાં જ ઉભેલ પોલીસ અધિકારી અને કર્મચારીઓ દોડી ગયા હતા અને આત્મવિલોપનનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. બાદમાં પેટ્રોલનું કેન કબ્જે કરી દિગુભાની ટીંગાટોળી કરીને અટકાયત કરી પોલીસે વેનમાં બેસાડી પોલીસ મથકે લઇ જવાયા હતા. આ ઘટનાને પગલે કલેકટર કચેરીના પરિસરમાં તૈનાત એસ.પી., પ્રાંત અધિકારી સહિતના અધિકારી અને કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.આમ મુખ્યમંત્રીના પ્રવાસ દરમ્યાન બનેલી આ ઘટનાને પગલે લોકલ આઇ.બી. અને પોલીસના બાતમીના નેટવર્ક સામે પણ સવાલ ઉઠયા છે.

Advertisement

Share

Related posts

જામનગર શહેરમાં આજે રેડ એલર્ટ, વહેલી સવારથી ધોધમાર વરસાદ, 2 રેસ્ક્યુ ટીમ તૈનાત

ProudOfGujarat

સુરત : વિદ્યાર્થીની કથિત પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાના મામલામાં મૃતકના પરિવાજનોએ કમિશનર કચેરીએ દેખાવો કરી અન્ય આરોપીઓની પણ અટકાયત કરવાની માંગ કરી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઘોડબાર ગામના કેશવદાસજી મહારાજને ફાગવેલ ધામથી ગાદી અર્પણ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!