Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર : કાલાવડ તાલુકાના હરીપર ગામેથી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ.

Share

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના હરીપર ગામે એસોજી પોલીસે દરોડો પાડી નકલી દૂધ બનાવતી ફેક્ટરી પકડી પાડી છે. આ ફેક્ટરી પર દાળઢડા ઘી પાવડર અને પાણીના મિશ્રણથી દૂધ બનાવવામાં આવતું હતું. પોલીસે આશરે 800 લીટર દૂધનો જથ્થો નાશ કર્યો છે. આ ઉપરાંત 42 નંગ વનસ્પતિ ઘી ના ડબ્બા, પાવડરના 14 બાચકા અને મશીનરી સહિતનો જથ્થો સીઝ કર્યો છે. પોલીસે સંચાલક સામે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે.

આ રેકેટ કેટલા સમયથી અને કેટલા વિસ્તારમાં પ્રસરેલું છે ? તેની વિગતો પોલીસ તપાસમાં બહાર આવશે. લઠ્ઠાકાંડ રાજ્યભરમાં ગાજી રહી ગયું છે ત્યારે જામનગર જિલ્લામાંથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. કાલાવડ તાલુકાના હરીપર ગામે અમુક શકશો નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ કરી જન આરોગ્ય સાથે છેડા કરી રહ્યા હોવાની ચોક્કસ હકીકત એસોજીને મળી હતી. આ હકીકતના આધારે આજે સવારે પીઆઇ આરવી વીંછી સહિતના સ્ટાફે આ દિશામાં કાર્યવાહી કરી હતી. પોલીસે હરીપર ગામે ધરોડો પાડી બનાવટી દૂધની ફેક્ટરી પકડી પાડી છે, અહીં વનસ્પતિ ઘી, અમૂલનો પાવડર અને પાણી ભેળવીને વિપુલ પ્રમાણમાં દૂધ બનાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. અહીંથી બનાવવામાં આવતું દૂધ ડેરીમાં જતું હતું કે લોકોના ઘર સુધી જતું હતું તેની વિગતો હવે જાહેર થશે.

Advertisement

પોલીસે ફેક્ટરીમાંથી નકલી દૂધ બનાવવાની મશીનરી ઉપરાંત વનસ્પતિ ઘીના 42 ડબા ભરેલા અને અમુલ પાવડરના 14 બાચકા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત દાળઢડા ઘી પાવડર અને પાણીમાંથી બનાવવામાં આવેલ 800 લીટર નકલી દૂધનો જથ્થો નાશ કર્યો હતો. આ ફેક્ટરી કેટલા સમયથી ધમધમી રહી છે તેમજ કોણ કોણ સંડોવાયું છે અને દરરોજનો કેટલો જથ્થો અહીંથી ઉત્પાદન કરી લોકો સુધી પહોંચાડવામાં આવતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હતા તેની વિગતો હવે જાહેર થશે. હાલ એસોજી પોલીસ દ્વારા પંચનામું કરી કાલાવડ ગ્રામ્ય પોલીસમાં આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે, પોલીસે અહીંથી દૂધ, ઘી, પાવડરના નમુના લઇ લેબોરેટરીમાં મોકલવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છ વર્ષ પૂર્વે જામનગર એલસીબી પોલીસે કાલાવડના જસાપર ગામે નકલી દૂધ બનાવવાની ફેક્ટરી પકડી પાડી હતી. અહીંથી ઉત્પાદન કરવામાં આવતો દૂધનો જથ્થો ટેન્કર વાટે રાજકોટ મોકલવામાં આવતો હોવાનું જે તે સમયે સામે આવ્યું હતું ત્યારે આજે સામે આવેલું પ્રકરણ પણ આ પ્રકરણ પણ મોટું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ.

ProudOfGujarat

લીંબડીની જીએસ કુમાર વિદ્યાલયમાં શિક્ષિકાએ શાળાના વિદ્યાર્થીઓને નાસ્તો કરાવ્યો

ProudOfGujarat

ભરૂચના નબીપુરમાં વિવિધ સ્થળોએ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!