ભારતમાં કેન્દ્ર સરકારને આઠ વર્ષ પૂર્ણ થતા તે નિમિત્તે જામનગર જિલ્લાના સંસદની અઘ્યક્ષતામાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સંસદે પત્રકારો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્રની બીજેપી અને એનડીએ સરકારને સુશાસન સેવા અને ગરીબ કલ્યાણના અનુસંધાને સમગ્ર વિશ્વે નોંધ લીધી છે. આજે ભારતમાં એનડીએની સરકારને આઠ વર્ષ પૂર્ણ થયા છે.
ભારત સરકારે છેવાડાના માનવીની ચિંતા વ્યક્ત કરી છે દેશના વડાપ્રધાન કહે છે કે દેશના દરેક નાગરિકો 130 કરોડ દેશવાસીઓ મારો પરિવાર છે જનતાની સુખાકારી અને જનતાના અધિકારો પહોંચાડવા એ મારી ફરજ છે. ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર ભાઈ મોદી દેશના દરેક માનવીનું જીવન સ્તર ઉંચુ લાવવાના પ્રયત્નો હાથ ધરે છે વધુને વધુ દેશમાં રોજગારી ઉત્પન્ન થાય અને વ્યવસાયનું નિર્માણ થાય તે માટે હું સતત વિચારતા રહે છે. સાચા અર્થમાં દરેક ભારતીયની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચિંતા છે. ભૂતકાળમાં સામાન્ય જનતા કેન્દ્ર સરકાર સાથે જોડાય તે સીધી વાતચીત કરે તેવું બનતું નહોતું આજે દેશભરના લાભાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાતચીત કરે છે. દેશના વિકાસમાં તો ફાળો આપ્યો છે પરંતુ દેશના નાગરિકોને મળતા તમામ લાભો પારદર્શક રીતે મળે તેવી પણ યોજનાઓ જન જન સુધી પહોંચાડી છે એક નવું ભારત બનવા જઈ રહ્યું છે જેની સમગ્ર વિશ્વ આજે નોંધ લઇ રહ્યું છે કોરોના કાળમાં વેક્સિનેશન કૅમ્પ થકી સમગ્ર વિશ્વમાં નરેન્દ્રભાઇ મોદીએ ભારતની જય જયકાર કરી છે.
જામનગર જિલ્લાની વાત કરીએ તો બહેનો યુવાનો એ વધુને વધુ મુદ્રા યોજનાનો લાભ લીધો છે જેના થકી નાના-મોટા વ્યવસાય સ્થાપ્યા છે બહેનોએ ગૃહ ઉદ્યોગની સ્થાપના કરી પોતાનું જીવન આત્મનિર્ભર બનાવ્યું છે જામનગરમાં કેન્દ્ર સરકાર દ્વારા રેલવેની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે જેમાં ફાસ્ટ અને સુપરફાસ્ટ ટ્રેન નો નો સમાવેશ કરાયો છે એરપોર્ટ એરપોર્ટ સહિતની સગવડતાઓ સૌરાષ્ટ્રને મળી છે તો છેવાડાના માનવી સુધી તમામ યોજનાઓ પહોંચે તે માટે કિસાન નિધિ યોજના અંતર્ગત તમામ ખેડુતોને યોજનાનો લાભ મળે તે માટે સિદ્ધાર્થ ખેડૂતના ખાતામાં કેન્દ્ર સરકારે રૂપિયા જમા કર્યા છે. આ પત્રકાર પરિષદમાં સાંસદ પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મહામંત્રી વિજયસિંહ જેઠવા, રમેશભાઈ મોગરા, દિલીપભાઈ ભોજાણી, મીડિયા વિભાગના ઇન્ચાર્જ ભાર્ગવ ઠાકર, દીપા સોની સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.