જામનગરમાં ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત યુવતિએ ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં હોસ્પીટલ ખસેડાતા ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવની જાણ થતા સીટી સી પોલીસ હોસ્પીટલ દોડી ગઇ હતી.
જામનગરમાં ઇન્દીરા માર્ગ નજીક રોઝી પેટ્રોલ પમ્પ પાસે રહેતી અને હરીયા સ્કુલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા સીમાબેન ભુપેન્દ્રસિંહ શેખાવત (ઉ.વ.36) નામની યુવતિએ સોમવારે બપોરે ઘરે કોઇ કારણોસર ઝેરી દવા પી જતા ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા જયાં ટુંકી સારવાર દરમ્યાન તેનુ મૃત્યુ નિપજયુ હતુ.
આ બનાવની હોસ્પીટલ ચોકીએ જાણ કરતા સીટી સીના એએસઆઇ કે.કે.સેંગર સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. બનાવ અંગે પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર ખાનગી સ્કુલમાં શિક્ષિકા તરીકે કાર્યરત હોવાનુ બહાર આવ્યુ છે. તેમજ મૃતકના પતિ વિદેશમાં શિક્ષક તરીકે કામ કરતા હોવાનુ જાણવા મળ્યું છે. ભોગ બનનારના આ આત્મઘાતી પગલાથી તેના બારેક વર્ષના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવથી શહેરમાં ચકચાર મચી છે…સૌજન્ય-DB