જામનગર નવા નગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે ગ્રીન વોકનું આયોજન હાથ ધરાયું છે જેમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. દર વર્ષે 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે આ દિવસ એક નવી થીમ સાથે આવે છે અને તેનું મહત્ત્વ સમજાવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસની આ વખતની થીમ છે “ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન”
ઇકોસિસ્ટમ્સ અને રિસ્ટોરેશનનો અર્થ છે કે ક્ષતિગ્રસ્ત કે નષ્ટ થઈ ગયેલી ઇકોસિસ્ટમને સુધારવામાં મદદ કરવી.
ઇકોસિસ્ટમને ઘણી બધી રીતે પાછી મેળવી શકાય છે અને વૃક્ષો વાવવાં, પર્યાવરણની જાળવણી કરવી એ સૌથી સરળ અને સર્વોત્તમ રીતમાંની એક છે. ઉપરાંત, છોડને પાણી પાવું, નવાં છોડ ઉગાડવાં, પાણી બચાવવું, હરિયાળી વધારવી, નદીઓની સફાઈ વગેરે પણ સામેલ છે.
પર્યાવરણ માટે આ મહત્વનાં દિવસે પર્યાવરણ જાગૃતિ અંગે હરહંમેશ પ્રવૃત એવી જામનગરની નવાનગર નેચર કલબ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ, 5 જૂન 2022 નાં રોજ 3.5 કિમીની ગ્રીનવોક તથા વૃક્ષારોપણનું આગવું આયોજન કરવામાં આવ્યું છે.પર્યાવરણ જાગૃતિ અંતર્ગત ગ્રીનવોકમાં જામનગરનાં પ્રસિદ્ધ રાજકિય, સામાજિક તેમજ સરકારનાં ઉચ્ચ અધિકારીઓ જોડાશે. તો આ ગ્રીન વોકમાં
જામનગરની પર્યવરણપ્રેમી પ્રજા તથા સરકારી-ખાનગી બેન્કો, સ્કૂલો તેમજ અન્ય સંસ્થાઓને ભાગ લેવા હૃદયપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.
દરેક ભાગ લેનાર સ્પર્ધકોને સંસ્થા દ્વારા ઇ સર્ટિફિકેટ આપવામાં આવશે. વ્યવસ્થાનાં ભાગરૂપે રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. રજિસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે અને તે માટે ૯૯૨૫૫૬૦૧૯૯ વોટસએપ નંબર ઉપર Greeen walk લખી મોકલવાનાં રહેશે.* આ વખતે નવાનગર નેચર કલબ દ્વારા “વૃક્ષારોપણ માટે ધૂંવાવ ગામનાં પુરાતન શિવમંદિર “ધીંગેશ્વર મહાદેવ મંદિર” નું પ્રાંગણમાં સવારે 10,વાગ્યે નક્કી કરાયું છે. ગ્રીનવોકનાં સમાપન બાદ આયોજિત આ શિવમંદિરે વૃક્ષરોપણમાં ભાગ લઈ અને ‘ધર્મ તથા પર્યાવરણ’ બંને દ્વારા પ્રભુસેવા કરવાનાં અવસરનો લાભ લેવા પણ જામનગરની જનતાને અનુરોધ છે એમ નવાનગર નેચર ક્લબનાં પ્રમુખ વિજયસિંહ જાડેજા દ્વારા યાદીમાં જણાવાયું છે.