જામનગરમાં રણજીત નગર ખાતે સરકારી શાળા નંબર 10 માં રુદ્રાક્ષ દાંડિયા ગોપી રાસ ક્લાસીસના બીનાબેન મોડ દ્વારા વિનામૂલ્યે બાળકો અને મહિલાઓ માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સમાપન સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા એ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા તાજેતરમાં દસ દિવસનો વિનામૂલ્યે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 450 થી વધુ બાળકો અને મહિલાઓએ બહોળા પ્રમાણમાં ગરબાની તાલીમ મેળવી હતી. આ સમર કેમ્પનું આયોજન બીનાબેન મોડ જણાવે છે કે ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરિવારો પોતાના બાળકોને પ્રાઇવેટ ક્લાસીસમાં મોકલી શકતા નથી આથી વેકેશનના સમયગાળામાં બાળકો અને મહિલાઓ પ્રવૃત્તિમય રહે તે માટે અહીં વિનામૂલ્યે ગરબાની તાલીમ આપવામાં આવી હતી. આ કેમ્પના સમાપન સમારોહમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માતા-પિતાએ પોતાના બાળકોને પોતાના ઇષ્ટદેવની પૂજા નિયમિત કરાવવી નહીં તો આધુનિક સમયમાં ધાર્મિક કેળવણી જો બાળકોને નહીં આપી તો આપણું ભવિષ્ય ધુંધળુ બની જશે તેમ જ ગરબા એ મા શક્તિની આરાધના કહેવાય છે આથી ગરબાને તેના પ્રાચીન સ્વરૂપમાં લય – તાલ મુજબ લેવામાં આવે તો યોગ્ય કહેવાય.
જામનગરમાં રુદ્રાક્ષ દાંડિયા ક્લાસીસ દ્વારા વિનામૂલ્યે સમર કેમ્પ યોજાયો.
Advertisement