સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૂર્ણિમાનું અનેરૂ મહત્વ હોય છે હાલ કાળઝાળ ગરમીમાં ભગવાનને પણ રાહત મળે તે માટે જામનગર સ્થિત વડતાલ તાબાના બેડી ગેટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ડોલરના અને ગુલાબના ફુલના શણગાર કરવામાં આવ્યા હતા.
જામનગરમાં બેડી ગેટ સ્થિત આવેલા વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરે ભગવાનને કાળઝાળ ગરમીથી રાહત મળે તે માટે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે મુખ્ય ખંડમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ તેમજ દ્વિતીય ખંડમાં બિરાજતા અને રાધા-કૃષ્ણ દેવને ૧૫ કિલોગ્રામ ડોલરના ફૂલ તેમજ ગુલાબના ફૂલ સાથેનો હરિભક્તોએ ભગવાનને પણ કાળઝાળ ગરમીમાં ટાઢક વળે તે માટે ફૂલોનો શણગાર સજાવવામાં આવ્યો હતો આજે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન સ્વામિનારાયણના ભક્તોએ ફૂલોના શણગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Advertisement