જામનગરમાં કેસમાં અદાલતે આરોપીને દોઢ વર્ષની જેલ અને દંડ ફટકાર્યો છે. આ કેસની મળતી વિગતો અનુસાર જામનગરમાં ગુલાબનગરમાં રહેતા ચેતનભાઇ કૃષ્ણભાઈ દવે રૂપિયા બે લાખ રકમ મિત્રતાના દાવે જામનગરના વિજયભાઈ મહેતા પાસેથી લીધી હતી. આ રકમની ચુકવણી માટે તેઓ ચેક આપ્યો હતો જે ચેક અપૂરતા નાણાભંડોળને કારણે પરત ફર્યો હતો, ચેતન દવે સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી જે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૮ મહિનાની કેદની સજા અને ચેકથી બમણી રકમ દંડ ફટકાર્યો છે.
આ કેસમાં અદાલતના આદેશ પછી પણ આરોપી ચેતન દવેએ દંડની રકમ ન ચૂકવતાં આખરે અદાલતે ચેકમાં નાણાની બમણી રકમ ચૂકવવાનો દંડ ફટકાર્યો છે.
Advertisement