Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી WHO ગ્લોબલ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા.

Share

જામનગર WHO ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન કેન્દ્રના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે આવી પહોંચતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ તેમનું ઉસ્માભેર સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી મોદી તેમજ અન્ય મહાનુભાવો સર્કિટ હાઉસ જવા માટે નીકળ્યા હતા ત્યારે એરફોર્સ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ પ્રધાનમંત્રીનું અભિવાદન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના પ્રથમ પારંપરિક ચિકિત્સાના મેડિસિન સેન્ટરનો શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા સમગ્ર જામનગરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.એરફોર્સ સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના  સ્વાગતમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, મુખ્ય સચિવ પંકજ કુમાર, કોમોડોર ગૌતમ મારવાહ, એર કોમોડર આનંદ સોંઢી, બ્રિગેડિયર સિદ્ધાર્થ ચંદ્ર, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી,પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ વગેરે સહભાગી બન્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ : કાલોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર ખનીજ ચોરીની પ્રવૃતિને અટકાવવા યુથ કોંગ્રેસનુ આવેદન.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી.દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલમાં તાલુકા કાનુની સેવા સમિતિ દ્વારા કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર: વિરોધ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીએ પીરામણ કબ્રસ્તાનની મુલાકાત લીધી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!