ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ યાત્રા જામનગર આવી હતી. આ તકે ભારતીય જનતા યુવા મોરચા જામનગર મહાનગર દ્વારા તેને આવકારવામાં આવેલ. પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટ દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવેલ, તથા જામનગર વિધાનશાભા ક્ષેત્ર ૭૯ તથા ૭૮ માં આ યાત્રા આયોજિત કરવામાં આવેલ. યાત્રાને વિવિધ વોર્ડમાં બહોળો પ્રતિસાદ સાંપડેલ, તથા પ્રત્યેક વોર્ડ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવેલ.
પ્રદેશ યુવામોરચા અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટએ જણાવેલ કે, ૩૧ જિલ્લામાં આ યાત્રા જવાની છે અને યુવાઓ દ્વારા આઝાદી કે અમૃત મહોત્સવ યાત્રાને મળી રહેલ પ્રતિસાદ નવી ઉર્જાનો સંચાર કરી રહ્યું છે. દેશનું ભવિષ્ય યુવાઓના હાથમાં છે, વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત ઝડપ થી નામના મેળવી રહ્યું છે. દેશને મજબૂત કરવાની જવાબદારી યુવાઓની છે.
આ યાત્રા જામનગર ગુલાબનગરથી સુભાષબ્રિજ થઇ – નાગનાથ ગેઇટ – પંચેશ્વર ટાયર – પવનચક્કી – ઓસ્વાલ હોસ્પિટલ – એમ્યુઝમેન્ટ પાર્ક – ખોડિયાર કોલોની – શરૃસેક્શન રોડ – વી-માર્ટ – ડીકેવી સર્કલ થઇ લાલબંગલે વિરામ આપવામાં આવેલ. બહોળી સંખ્યામાં યુવા મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, યુવા મોરચા સમિતિ સહીત શહેર સંગઠનના હોદેદારો આ યાત્રામાં જોડાયા હતા.
આ તકે ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, સાંસદ પુનમબેન માડમ, પૂર્વ રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પ્રભારી અભયભાઈ ચૌહાણ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, ડે. મેયર તપન પરમાર, સાશકપક્ષ નેતા કુસુમબેન પંડ્યા, દંડક કેતનભાઈ ગોશરાણી, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, પૂર્વ મેયર અમીબેન પરીખ, હસમુખ જેઠવા, પ્રતિભાબેન કનખરા, લોહાણા અગ્રણી જીતુભાઇ લાલ, યુવા મોરચા અધ્યક્ષ દિલીપસિંહ જાડેજા, યુવા મોરચા મહામંત્રી ચિંતન ચોવટીયા તથા વિરલ બારડ, સહીત યુવામોર્ચાના પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, વિવિધ મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સમિતિના પદાધિકારીઓ કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા.