જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા દિપક ટૉકીઝ ખાતે રામ સવારીમાં જોડાયેલા લોકોને છાશનું વિતરણ કરાયું હતું.
ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિનને સમગ્ર ભારત વર્ષમાં રામ નવમી તરીકે ઉજવવામાં આવે છે. આ પાવન પ્રસંગે જામનગરમાં રામચંદ્રજીની શોભાયાત્રાની શરૂઆત વિશ્વવિખ્યાત બાલા હનુમાન મંદિરથી શરૂઆત કરવામાં આવે છે અને લોહાણા મહાજન વાડી ખાતે આવેલ શ્રી રામચંદ્રજીના મંદિરે આ શોભાયાત્રા સમગ્ર શહેરમાં ફર્યા બાદ પૂર્ણ કરવામાં આવે છે. આ દરમિયાન શોભા યાત્રામાં જોડાયેલા તમામ ભક્તો શ્રદ્ધાળુઓને આમ આદમી પાર્ટી જામનગર દ્વારા રાખવામાં આવેલ સ્ટોલમાં છાશ વિતરણ કરાયું હતું અને શહેરના પદાધિકારીઓ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજી શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શહેરના મધ્યમાં આવેલ દિપક સિનેમા નજીક આવેલ નવાનગર બેંકની બાજુમાં રાખવામાં આવેલ હતો. જેમાં પ્રદેશ મંત્રી દુર્ગેશભાઇ, જામનગરના સહ પ્રભારી રાહુલભાઈ, શહેર પ્રમુખ કરશનભ।ઇભાઈ કરમુર, ઉપ પ્રમુખ આશિષભાઈ કંટારીયા, સુખુભા જાડેજા, પ્રવીણભાઈ, બક્ષીપંચ મોરચાના વજસીભ।ઈ વારોતરીયા, અશ્વિનભાઈ વાર।, મહીલા પ્રમુખ ચેતનાબેન પુરોહિત, યુવા પ્રમુખ ધવલભાઇ ઝાલા, યુવા પ્રમુખ મયુરભાઈ, મહિલા ઉપપ્રમુખ ઈન્દુબેન રાવલ, શહેર મંત્રી દિપાલીબેન મંગે, મંત્રી દિલીપસિંહ, વોર્ડ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ, અરવિંદ શુક્લા, ગજેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, મહિલા મંત્રી પુનમબેન ઝાલા, મહિલા ઉપપ્રમુખ વર્ષાબેન, કાર્યકર્તા મિત્રો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર આમ આદમી પાર્ટી દ્વારા રામ સવારીમાં ભક્તોને છાશનું વિતરણ કરાયું
Advertisement