Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા રામ સવારીનું સ્વાગત કરાયું.

Share

સમગ્ર ભારતમાં છેલ્લા બે વર્ષથી કોરોના કાળને કારણે કોઈપણ તહેવારો જાહેરમાં ઉજળી શકાતા નહોતા હાલ કોરોનાનો ખતરો ન હોવાથી તમામ તહેવારો જાહેરમાં ઉજવી શકાય છે. ગઈકાલે રામનવમીના દિવસે જામનગરમાં રામ સવારીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેનું જામનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના ચાંદી બજાર ચોક ખાતે રામ સવારીનું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર અધ્યક્ષ ડો વિમલભાઈ કગથરા, પૂર્વ કૃષિમંત્રી આર.સી.ફળદુ, મહામંત્રી પ્રકાશ બામણીયા, વિજયસિંહ જેઠવા, મૈયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમ એન પંડ્યા, દંડક કેતન ગોસરાણી, પૂર્વ અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકર સહિતના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટરો અને શહેર સંગઠનના વિવિધ મોરચાના પદાધિકારીઓ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ વોર્ડ નંબર નવના કોર્પોરેટર નિલેશ કગથરા ધીરેન્ મોનાણી ધર્મનાબેનસોઢા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પાનોલી હાઇવે ઉપર થી અનઅધિકૃત સળીયા ના જથ્થા સાથે ૫ શખ્સો ને ઝડપી પાડી અંદાજીત ૯૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો……

ProudOfGujarat

ખેલ મહાકુંભ ૨૦૧૯ નો આરંભ

ProudOfGujarat

ગોધરાની શ્રીજી નગર સોસાયટીનાં રહિશોએ મેન ગેટ બહાર લગાવ્યા પોસ્ટર બહારના કોઈ પણ વ્યક્તિએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!