Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરની સૂર્ય દીપ વિદ્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને શ્રમકાર્ડનો કેમ્પ યોજાયો.

Share

જામનગરની સૂર્ય દીપ વિદ્યાલય ખાતે આજે વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 8 ના લાભાર્થીઓ માટે આયુષ્યમાન કાર્ડ અને શ્રમ કાર્ડ માટેના કેમ્પનો આ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં આ વિસ્તારના અનેક લાભાર્થીઓએ સ્થળ પર જ આયુષ્યમાન કાર્ડ શ્રમ કાર્ડ કઢાવવાનો લાભ લીધો હતો. સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ મધ્યમ વર્ગીય પરિવારોને કાઢી આપવામાં આવે છે. જેમાં ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારને રૂપિયા પાંચ લાખની સહાય સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે તેમજ મજૂરી કામ કરનાર વર્ગ માટે સરકાર દ્વારા તાજેતરમાં શ્રમ કાર્ડ હોવું આવશ્યક હોય જેના માટે આજે સૂર્ય દીપ વિદ્યાલય ખાતે લાભાર્થીઓને શ્રમ કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

GIF और स्टिकर के साथ चुलबुल पांडे (सलमान खान ) के एनिमेटेड अवतार ने इंटरनेट पर मचाया तहलका!

ProudOfGujarat

કંબોલી શાળા ખાતે નિવૃત થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નો વિદાયમાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

મહેમદાવાદ રોડ પર સીએનજી રિક્ષા ડિવાઇડર સાથે અથડાતાં એકનું મોત 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!