જામનગરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યુવા મોરચા દ્વારા ભાજપા કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં 300 કિમી ની વિશાલ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત જામનગર ખાતેથી પણ તારીખ ૬ અને ૭ ના રોજ આ યાત્રા વિવિધ વિસ્તારોમાં યોજાશે જેની માહિતી પ્રમુખ દિલીપ સિંહ જાડેજા એ પત્રકાર પરિષદમાં આપી હતી જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન તારીખ 6 ના રોજ રાજ્ય કક્ષાએથી પ્રદેશ કાર્યાલય પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલની ઉપસ્થિતિમાં આ યાત્રા પ્રસ્થાન થશે જેમાં ૭૫ વીર શહીદો અને અમર જવાનો તેમના પરિવારોને મળી તેમના ઘરની માટી એકત્ર કરી શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા રૂપે પરિભ્રમણ કરવામાં આવશે જેમાં જામનગરના ત્રણ વીર શહીદો અશોકસિંહ જાડેજા, રમેશભાઈ વિક્રમ ભાઈ જોગલ અને હીરાલાલ ધનજીભાઈ મકવાણા જે કારગિલ યુદ્ધમાં વીરગતિ પામ્યા હોય તેઓના ઘરની કુંભ સાથે રાખી આ વિશાળ યાત્રા યોજાશે જે જામનગરના રાજમાર્ગો પર ફરશે.