Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા છેલ્લાં 65 વર્ષથી ઉજવાય છે વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ.

Share

જામનગર ભોઇ સમાજ દ્વારા ઉજવાતો વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ છેલ્લા ૬૫ વર્ષથી શાસ્ત્રોક્ત વાર્તા (કહાનીઓ) આધારિત હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે જેની લંબાઈ લગભગ 25 થી 30 ફૂટ જેટલી હોય છે અને લગભગ 4/5 ટન જેટલો વજન હોય છે.

જેમાં ઘાસ, કોથળા, કલર, લાકડું, કપડા અને વિવિધ સામગ્રીઓ દ્વારા આ હોલિકાનું પૂતળું તૈયાર કરવામાં આવે છે. સમાજના તમામ 300 થી 500 જેટલા યુવાનો વડીલોના માર્ગદર્શન હેઠળ એક મહિના જેટલા લાંબા સમય રાત દિવસ મહેનત કામગીરી કરે છે જેમાં આ વર્ષે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના પ્રમુખ અનિલભાઈ ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહક સમિતિ નિમણુક કરવામાં આવી છે જેના અધ્યક્ષ તરીકે રૂપેશભાઈ વારા, ઉપાધ્યક્ષ બીપીનભાઈ જે.વારા, કોષાધ્યક્ષ ચંદ્રેશભાઇ વારા, સભ્ય સંજયભાઈ સી. દાઉદીયા, સભ્ય મયુર ડી.વારાની દેખરેખ હેઠળ હોલિકા સર્જક તરીકે ભરતભાઈ ગોંડલીયા, તથા રવિ વારા તેમજ રમેશભાઈ વી.જેઠવા તેમજ આભૂષણ માટે અલ્પેશભાઈ વારા, સની કુંભારાણા, કપિલ જેઠવા, વૈભવ જેઠવા, પ્રતીક જેઠવા સહિતના નામી અનામી ગ્રુપઓ અને યુવાનો સાથે મળી સમગ્ર આભૂષણ તૈયાર કરે છે અને હોલિકા મહોત્સવના દિવસે ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકાનો પ્રાગટ્ય કરવામાં આવે છે અને હજારોની સંખ્યામાં જામનગર શહેર તેમજ જિલ્લા અને સમગ્ર ભારતમાંથી હોલિકાને નિહાળવા મોટી સંખ્યામાં લોકો હોલિકા ચોક ખાતે પધારે છે અને હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફુલે અને રાષ્ટ્રનિર્માતા ડો.બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ધામધૂમથી ઉજવણી, સ્ટેશન સર્કલ પાસે પ્રતિમાને ફુલહાર કરી કેક કટિંગ કરાયું…!

ProudOfGujarat

पौरशपुर बीटीएस वीडियो: आर्ट निर्देशक नितिन देसाई ने दृश्य के पीछे के रहस्य का खुलासा किया!

ProudOfGujarat

અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના નવા વર્ષના રિઝોલ્યુશન પર આ કહ્યું, જાણો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!