જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 75 માં આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે હલાર ટ્રોફી 2020 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે કમિશનર વિજય કુમાર ખરાડી, સ્થાયી સમિતિના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, રમત-ગમત અને સાંસ્કૃતિક સમિતિના ચેરમેન હર્ષબા જાડેજા, વિરોધ પક્ષના નેતા આનંદ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. નેતા કુસુમબેન એ ટોસ ઉછાળી હતી. પ્રથમ મેચ રિલાયન્સ ઇલેવન પીજીવીસીએલ વચ્ચે યોજાયો હતો જેમાં રિલાયન્સ ઇલેવન એ ટોસ જીત્યો હતો. પીજીવીસીએલ ૧૩૮ રન સાથે આ મેચમાં જીત્યું હતું અને રિલાયન્સ ઇલેવન ૧૪ ઓવરમાં જ સાત વિકેટ પૂર્ણ કરી દીધી હોય ત્યારબાદ કમિશનર ઇલેવન અને રોક્સ ઇલેવન વચ્ચે મેચ યોજાયો હતો જેનો પ્રારંભ જામનગર કમિશનર વિજય કુમાર ખરાડી દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં કમિશનર ઇલેવન ટીમે ૨૦ ઓવરમાં ૨૦૧ રન કર્યા હતા અને રોક ઇલેવન 91 રનમાં ઓલ આઉટ થઇ હતી. આ મેચમાં 110 અને કમિશનર ઇલેવન ટીમનો વિજય થયો હતો આ ટીમમાં ખુદ જામનગર કમિશનર વિજય કુમાર ખરાડી એ બોલિંગ અને ફિલ્ડિંગ કરી હતી આથી આ મેચનું મુખ્ય આકર્ષણ જામનગર કમિશનર રહ્યા હતા.
જામનગરમાં “હાલાર ટ્રોફી 2020” નું ૭૫ માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજન.
Advertisement