Proud of Gujarat
GujaratFeaturedINDIA

જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની મુલાકાત લેતા BJP મીડિયા વિભાગ.

Share

ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર મીડિયા વિભાગ દ્વારા 1976 થી કાર્યરત સૌથી જૂના જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી થતાં શુભેચ્છા મુલાકાત યોજવામાં આવી હતી. જામનગર પત્રકાર મંડળના નવનિયુક્ત પ્રમુખ હિરેનભાઈ ત્રિવેદી, મંત્રી કિંજલ કારસરીયા, ઉપપ્રમુખ ધર્મેશ રાવલ, ખજાનચી સૂચિત બારડ, સહમંત્રી પરેશ ફલિયા સહિતના પાંચેય નવનિયુક્ત હોદ્દેદારોને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના મિડીયા સેલના પ્રભારી સુરેશભાઈ પરમાર, ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઈ ભાટુ, મીડિયા વિભાગ કન્વીનર, ભાર્ગવ ઠાકર, કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠીયા, મીડિયા વિભાગ કોર કમીટી સભ્ય દીપાબેન સોની, સંજય જાની ઉપસ્થિત રહ્યા હતા. આ શુભેચ્છા મુલાકાત દરમિયાન જામનગર પત્રકાર મંડળ સાથે સંકળાયેલા પત્રકારો અને ભાજપ પાર્ટી દ્વારા વિવિધ ક્ષેત્રોના પ્રશ્નોને લઈને પણ ઉંડાણપૂર્વકની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમ્યાન આવનારા સમયમાં પત્રકારોના અને લોક ઉત્થાન માટેના કાર્યક્રમો યોજવા પણ જામનગર પત્રકાર મંડળ અને ભાજપ દ્વારા સકારાત્મક અભિગમ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લીંબડી શાકમાર્કેટ, સરવરીયા હનુમાન મંદિર, ભાડીયા રોડ સહિતનાં અનેક વિસ્તારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી.

ProudOfGujarat

પોલીસ તંત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અમલદારોને રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા, જાણો વધુ.

ProudOfGujarat

જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : ગિરનારની સીડી પરથી પાણી વહેતા થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!