છોટી કાશી કહેવાતા જામનગરમાં શિવ શોભાયાત્રા દરમ્યાન ભારતીય જનતા પાર્ટી શહેર લઘુમતી મોરચાના મહામંત્રી અને મુસ્લીમ અગ્રણી હારૂનભાઇ આંબલીયા ઉર્ફે અલુભાઈ પટેલ અને જામનગરના પોલીસ વિભાગના નિવૃત એ.એસ.આઈ. યુનુસભાઈ સમા દ્વારા દિપક ટોકીઝ વિસ્તારમાં શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ તમામ શિવ ભક્તો માટે ચા પાણીની સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી, આ ઉપરાંત નિવૃત એ.એસ.આઈ. યુનુસભાઈ સમા દ્વારા ભગવાન આશુતોષજીની પાલખીનું પૂજન કરાયું હતુ અને તેઓ દ્વારા ભગવાન શિવજીને રૂપિયા ૧૧,૧૧૧ ની ચલણી નોટોનો હાર પહેરાવવામાં આવ્યો હતો, તેમજ ભારતીય જનતા પાર્ટી શહેર લઘુમતી મોરચાના મહામંત્રી અલુભાઈ પટેલ દ્વારા પણ રૂપિયા ૫૧૦૦ ની ચલણી નોટોનો હાર ભગવાન શિવને પહેરાવિને વિશેષ સ્વાગત તથા પૂજન કરવામાં આવ્યું હતું.
આ તકે શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, ધર્મીનાબેન સોઢા (બારડ), નિલેશભાઈ કગથરા,ધિરેનભાઈ મોનાણી શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઈ બારડ વોર્ડ નં ૯ ના પ્રમુખ ભાવેશભાઈ કોઠારી મહામંત્રી ચીનાભાઈ, શિક્ષણ સમિતિના સભ્ય બીમલભાઈ સોનછાત્રા, યુવા મોરચાના દુષ્યંતભાઈ સોલંકી, સોશિયલ મીડિયાના મૃગેશભાઈ દવે, વોર્ડ સંગઠન ના પિયુષભાઈ પારેખ, બ્રિજેશ ભાઈ વોરા, વિકાસભાઈ કલ્યાણી તથા જાખરના અગ્રણી પી.એમ.જાડેજા ખવાસ સમાજના અગ્રણી પંકજભાઈ સોઢા, જનકભાઈ સોઢા, જીતુભાઈ મકવાણા,ભાવિકભાઇ મકવાણા વગેરે વિશેષ ઉપસ્થિત રહી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
જામનગરમાં શિવ શોભાયાત્રામાં થયા કોમી એકતાના દર્શન.
Advertisement