Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર એરપોર્ટ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનું કોંગી અગ્રણીઓ દ્વારા કરાયું સ્વાગત.

Share

કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાં ચિંતન શિબિર ચાલી રહી છે જેના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા હાલના સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોંગ્રેસની ચિંતન શિબિર ચાલી રહી હોય જેમાં ભાગ લેવા માટે આજે સવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જામનગર એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા.

જામનગર એરપોર્ટ એ આવેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા સુતરની આંટી પહેરાવી તેમનું એરપોર્ટની વી.આઇ.પી. લોન્ચમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દિગુભા જાડેજા, અસલમ ખીલજી, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ, ચિંતન સોરઠીયા સહિતના કોંગ્રેસના કાર્યકરો દ્વારા જામનગર એરપોર્ટ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને થોડી જ ક્ષણોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતી ચિંતન શિબિર માટે રવાના થયા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત રાજ્ય સ્તરનાં આમ પાર્ટીનાં પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ સબજેલ ખાતે સંદીપસિંહ માંગરોલાની મુલાકાત લીધી.

ProudOfGujarat

સુરત : ઉપરવાસમાં ધોધમાર વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી.

ProudOfGujarat

દૈનિક ભાસ્કર ગ્રુપ પર IT ના દરોડા, 2 ડઝન ઠેકાણાઓ પર 800 થી વધુ અધિકારીઓ પહોંચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!