રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે યુક્રેનમાં અત્યંત વિકટ પરિસ્થિતિઓ છે તેવા સંજોગોમાં જામનગરના પણ ત્રણ વિદ્યાર્થીઓ હાલ લાઈનમાં એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરે છે તેઓ યુક્રેનની રાજધાનીથી ૫૦૦ કિ.મી મેડિકલ યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યુક્રેનમા- રશિયાના યુદ્ધના કારણે હાલના સંજોગોમાં જામનગરના ત્રણ વિદ્યાર્થીઓ સહી સલામત છે પરંતુ તેઓ વતન પરત ફરવા ઈચ્છે છે. જામનગરના હમિશ નિમ્બાર્ક અને કવન સરાડવા બંને યુક્રેનમાં એમ.બી.બી.એસ. નો અભ્યાસ કરે છે તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ પંથકની ડોક્ટર ડઢાણીયાની પુત્રી યુક્રેનમાં શહેરમાં મેડિકલનો અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓ સહી સલામત છે પરંતુ તેમને વતન પરત ફરવાની ઇચ્છા છે તેમના માતા-પિતાની સરકાર સમક્ષ માંગણી છે કે અમારા બાળકોને સહી-સલામત વતન પરત મોકલવામાં આવે.
Advertisement