ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરાયેલા સર્ક્યુલેશનમાં જિલ્લા મથકની તમામ કોર્ટની કાર્યવાહી રાબેતા મુજબ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અંતર્ગત જામનગર જિલ્લાની તમામ કોર્ટો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ કોર્ટો સોમવારથી કાર્યરત થશે કોર્ટ કાર્યવાહી બંધ હોવાને કારણે જુનિયર વકીલોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હોય તેવા સંજોગોમાં હાઇકોર્ટના આ સર્ક્યુલેશનથી કોર્ટ પ્રેક્ટિશનરોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.
જામનગર જિલ્લામાં આવેલી 10 કોર્ટો તેમજ ગુજરાત રાજ્યની 202 અદાલતો આગામી તારીખ 14 ફેબ્રુઆરીએ છે એસોપી ના પાલન સાથે પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે તેમજ હાઇકોર્ટના સર્ક્યુલેશનમાં જણાવ્યું છે કે તારીખ ૨૧ ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય હાઇકોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. જામનગર જિલ્લામાં આવતી તમામ કોર્ટો જેમકે ધ્રોલ જોડિયા જામજોધપુર કાલાવડ લાલપુર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને ઓખામંડળ તેમજ ખંભાળિયા સહિતની કોર્ટો સોમવારથી ધમધમશે જામનગર જિલ્લાની આ તમામ અદાલતોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવામાં આવશે કોરોનાના ત્રીજા વેરૂમાં કેસોની સંખ્યા દિન-પ્રતિદિન વધતા ગત જાન્યુઆરીની તારીખ 10 ના રોજ તમામ અદાલતોમાં કોર્ટ કાર્યવાહીની પ્રત્યેક સુનાવણી બંધ કરવામાં આવેલ હોય અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વના કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન તાજેતરમાં કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થતાં ગુજરાત રાજ્ય હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ગુજરાત રાજ્યની તમામ જિલ્લા મથકની કોર્ટો ફરી એક વખત શરૂ કરવામાં આવશે. તમામ અદાલતોમાં સરકારી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આગામી સોમવારથી પુનઃ કોર્ટ કાર્યવાહી શરૂ થતા કોડ પ્રેક્ટિશનરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.