જામનગર જિલ્લાના કાલાવડમાં વર્ષ 2019 ની સાલમાં એક સગીરા સાથે દુષ્કૃત્ય આચરનાર આરોપીને ફાસ્ટટ્રેક કોર્ટે દસ વર્ષની જેલની સજા તથા કોમ્પેશેસન તરીકે રૂપિયા ૪ લાખ આપવાનો હુકમ કર્યો છે.
જામનગર જિલ્લાભરમાં ચકચાર મચાવનાર આ કેસમાં કાલાવડમાં રહેતા વિનોદ ઉર્ફે મામા કડવાભાઈ પરમાર નામના શકશે. ગામમાં પરિવાર સાથે રહેતી સાત વર્ષની સગીરાને બીડી લેવા માટે જવું છે તને રૂપિયા આપીશ તેવું કહી ઘેર બોલાવી સગીરાને પોતાના ઘરનો દરવાજો બંધ કરી અને દુષ્કૃત્ય આચર્યું હોય જેની સગીરાના પરિવારને જાણ થતાં પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી આ કેસમાં સરકારી પ્રોસિક્યુટર તરીકે એડવોકેટ ભારતીબેન વાદી રોકાયેલા હોય જેઓએ રજૂઆતો અને પુરાવાઓ ન્યાયધીશ સમક્ષ રજૂ કરેલા હોય તે મુજબ ન્યાયાધીશ કે આ રબારીએ કેસની હકીકતોને ધ્યાને લઇ આરોપી વિનોદને તકસીરવાન ઠેરવી પોક્સો એક્ટના ગુના હેઠળ 10 વર્ષની સજા પાંચ હજાર રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને કોમ્પેશેસન તરીકે રૂપિયા ૪ લાખનું ચુકવણું કરવાનો હુકમ કર્યો છે.