Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર જિલ્લામાં એસ.પી દ્વારા અરસ-પરસ બદલીનો ગંજીફો ચીપાયો.

Share

જામનગરમાં ઇન્ચાર્જ એસપી નિતેશ પાંડે દ્વારા શહેર અને જિલ્લાના જુદા જુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતા કુલ ૨૮ પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલી ગયો હાથ ધરવામાં આવેલી છે.

જેમાં સીટી બી ડિવિઝન શિવભદ્રસિંહ જાડેજા, કિશોર પરમાર, જામજોધપુરના રાકેશ ચૌહાણ એલસીબી માં મુકવામાં આવ્યા છે તેમજ કાલાવડ ટાઉન યજુવેન્દ્રસિંહવાળાને સીટી બી ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે. કાલાવડ ગ્રામ્યના મિત્તલ સાવલિયાને જોડીયા પંચ-B માં, પરેશ ખડરને પોલીસ હેડકવાર્ટર, સીટી-એ ડિવિઝનના હર વિજય સિંહ જાડેજાને જોડીયા હેડકવાર્ટરના રાઈટર હેડ યુવરાજ સિંહ ગોહિલને સીટી-એ ડિવિઝનમાં સીટી એ ના નરેન્દ્રસિંહ જાડેજાને હેડક્વાર્ટરમાં હેડ તરીકે, સીટી બી ડિવિઝનના ભાવદિપ જાડેજાને કાલાવડ ટાઉનમાં ટીબીના જગદીશ જગ્યાને મેઘપર તેમજ કાલાવડ ટાઉનના ઘેલું ગોસાઈને સીટી-સી ડિવિઝન ખાતે મુકવામાં આવ્યા છે. પોલીસ કર્મચારીઓમાં અરસ-પરસ બદલી થવાથી તમામ પોલીસ અધિકારીઓ પોતાના સોપાયેલા સ્થળ પર હાજર થવા રવાના થયેલ છે.

Advertisement

Share

Related posts

સુરતના ૧૮ યુવાઓએ નવી દિલ્હીમાં આયોજિત ‘અમૃત કળશ યાત્રા’ માં સુરતનું પ્રતિનિધિત્વ કર્યું

ProudOfGujarat

પ્રેટ્રોલની મૂળ કિંમત 42 રૂ, કેન્દ્ર-રાજ્યનો ટેક્સ 38 રૂ: ગુજરાત સરકારની દર મહિને હજાર કરોડની કમાણી…

ProudOfGujarat

કલેકટર કચેરી અમદાવાદના ઉપક્રમે વિરમગામ ખાતે દિવ્યાંગ સાધન સહાય તપાસ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!