Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરના બહુચર્ચિત ગુજસીટોક પ્રકરણના આરોપી વશરામ આહિરના શરતી જામીન મંજુર કરતી અદાલત.

Share

સમગ્ર ગુજરાતમાં અત્યંત ચર્ચા જગાવનાર જામનગરનો ગુજસીટોક પ્રકરણના કેસનો આરોપી વશરામ આહિરને તેમના માતાનું નિધન થવાના કારણે પંદર દિવસના જામીન પર શરતી રીતે મુક્ત કરવામાં આવેલ છે.

જામનગરના પૂર્વ પોલીસ વશરામ આહિરના માતાનું નિધન થવાના કારણે તેઓએ સ્પેશિયલ કોર્ટમાં પંદર દિવસના વચગાળાના શરતી જામીન માટે અરજી કરેલી હતી જે શરતી જામીન ગુજસીટોકની સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે અને તેમની સાથે બે પીએસઆઇ અને ત્રણ પોલીસ કોન્સ્ટેબલો સાથે રહેશે તેમ જણાવ્યું છે.

Advertisement

જામનગરના બહુચર્ચિત બનેલા ગુજસીટોક પ્રકરણમાં જમીન માફિયા જયેશ પટેલના ગુનાહિત નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કમર કસી હતી અને ત્યારબાદ સ્પેશિયલ ટીમ અને સ્પેશિયલ ઓપરેશન હાથ ધરી જમીન માફિયાના 14 સાગરીતોને પકડીને પોલીસ લોકઅપમાં પૂરવામાં આવ્યા છે જેમાં બિલ્ડર નિલેષ ટોલિયા તત્કાલીન કોર્પોરેટર અતુલ ભંડેરી, એડવોકેટ વસંત માનસાતા, પોલીસ કર્મી વશરામ આહીર સહિતના આરોપીઓ હાલ જેલની હવા ખાઇ રહ્યા છે. આ કેસમાં વશરામ આહીર જેલમાં હોય તેઓના માતાનું નિધન થતાં તેમના દ્વારા ૧૫ દિવસના શરતી જમીન કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા જે હાલ સ્પેશિયલ કોર્ટે મંજૂર કર્યા છે અને તેની સાથે પોલીસ જાપ્તો સાથે રાખવામાં આવશે તેવો પણ આદેશ કર્યો છે.


Share

Related posts

ભરૂચ વોર્ડ નંબર 5 માં ખુલ્લી ગટરોના કારણે સ્થાનિકો ત્રાહિમામ, પાલિકામાં અનેક રજુઆતો છતાં પરિણામ શૂન્ય

ProudOfGujarat

ગોધરા : શહેરા ભાગોળ નજીકની રેલ્વે ફાટક પાસે ગટરની દિવાલ તુટતા ગંદુ પાણી રોડ પર રેલાતા પાલિકાને આવેદન.

ProudOfGujarat

આજે ધોરણ 10 નું બેઝિક ગણિતનુ પેપર સહેલું હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!