અમદાવાદના ધંધુકામા તાજેતરમાં કિશન ભરવાડની હત્યા કરવામાં આવેલ છે જેના ભાગરૂપે જામનગર શહેર પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને ધંધુકાના બનાવના પગલે કોઇ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સીટી-A, સીટી-B, સીટી-C ડિવિઝન પોલીસ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ સીટી-સી ડિવિઝન વિસ્તારના પીઆઇ ગાંધીના માર્ગદર્શન હેઠળ અત્યંત સંવેદનશીલ ગણાતા શંકર ટેકરી વિસ્તારમાં હિંદુ મુસ્લિમ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠકનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું. સીટી એ ડીવીઝન પી.આઇ જલુના માર્ગદર્શન હેઠળ ભોઈવાળો વાઘેર વાડો દેવુભાનો ચોક ગિરધારી મંદિર શાકમાર્કેટ રંગૂનવાલા ચોક પટણીવાળ જેવા વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ અને રાત્રિ કરફ્યુની અમલવારી કડક પડે થાય તે માટેના સુચનો આપવામાં આવેલ છે આ ઉપરાંત સીટી બી ડિવિઝન પીઆઈ કે જે ભોઈ દ્વારા ગુલાબનગર રાજપાર્ક રંગમતી પાર્ક સહિતના વિસ્તારોમાં તકેદારીના ભાગરૂપે ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર શહેરમાં શાંતિ ભર્યું વાતાવરણ બની રહે તે માટે હિંદુ-મુસ્લિમ આગેવાનોની મિટીંગ પણ યોજાઈ હતી જેમાં ટ્રાય વિસ્તારના દ્વારા શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ શહેરમાં બની રહે તે માટે અપીલ કરવામાં આવેલ છે.